તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 24th March 2025
મહેમદાવાદના વરસોલા GIDCમાં નારાયણ પેપર મિલમાં ભીષણ આગ : 5 શહેરોની ફાયર ટીમો ઘટના સ્થળે પહોંચી
મીલના બહારના વિસ્તારમાં પડેલા પેપરના પુંઠા અને રો-મટિરિયલ્સમાં આગ લાગી, જે થોડી જ ક્ષણોમાં ભીષણ સ્વરૂપ ધારણ કર્યું

મહેમદાવાદ તાલુકાના વરસોલા GIDC વિસ્તારમાં આવેલી શ્રી નારાયણ પેપર મીલમાં રવિવાર બપોરે અચાનક આગ લાગવાની ઘટના બની. મીલના બહારના વિસ્તારમાં પડેલા પેપરના પુંઠા અને રો-મટિરિયલ્સમાં આગ લાગી હતી, જે થોડી જ ક્ષણોમાં ભીષણ સ્વરૂપ ધારણ કરી ગઈ.
આગ લાગી ત્યારથી લગભગ 4 કલાકથી વધુ સમય થઈ ગયો હોવા છતાં આગ કાબૂમાં આવી નથી. નડિયાદ, આણંદ, અમદાવાદ, મહેમદાવાદ અને ખેડા સહિત 5 શહેરોની ફાયર ટીમો સતત પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે.પ્રશાસન અને પોલીસની ટીમો ઘટનાસ્થળે હાજર છે
(12:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
