તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Monday, 24th March 2025
પોતાના ડીસીપીનાં કાર્યકાળની વર્ષો જૂની જાદુઈ પદ્ધતિ અમદાવાદ સીપી જ્ઞાનેન્દ્રસિહ મલ્લિકે ફરી અમલમાં મૂકી
ભૂતકાળમાં કેવા કેવા ગેંગસ્ટરોને શહેર છોડવું પડે તેવી સ્થિતિ આ આઇપીએસ નિર્માણ કરેલ, તે જાણી આવેલ રીઢા ગુનેગાર ક્રાઇમ બ્રાન્ચમાં પગ મૂકતાં જ ફફડવા લાગેલ : તમામ ડીસીપીએ અઠવાડિયામાં બે વખત ચેકીંગ ક્રોસ ચેકીંગ કરવાનો પ્રથા શરૂ કરાવવા સાથે પોલીસ કમિશ્નર રોજ બે કલાક લોકોને સાંભળવા ફાળવે છે

રાજકોટ તા.૨૪: એક જમાનામાં પોલીસ ઉપર ગુનેગારોની સોલિડ ધાક હતી. કેટલાક પોલીસ ઓફિસરના વિસ્તારમાં ગુન્હો કરતા અગાઉ ગુનેગારો રીતસર ધ્રુજતા, હવે આ પરિસ્થિત બદલાઈ ગઈ ત્રણ મૂળમાં રાજકારણીઓનીતિ બદલી અને પોલીસ અધિકારીઓ પણ પવન પારખી રાજકારણીઓની નીતિને અનુસરી તેનું આ પરિણામ કેટલી હદે ખરાબ આવ્યું તે વાત સહુ જાણે છે,. હવે ગાંધીનગર આ પરિસ્થિત બદલવા ત્યાર થયેલ છે તેવા સમયે અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક જેવા સ્વચ્છ છબી ધરાવતા આઇપીએસ લોકોના હિતમાં ફરી કેટલીક જૂની પ્રણાલી અનુસરવા માટેની તક મળી છે.
જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક જે સમયે ડીસીપી હતા એ સમયે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સમયાંતરે રીઢા ગુનેગારોને ક્રાઇમ બ્રાન્ચ તેડાવી હાલ તે શું કરે છે? કયા રહે છે? તેવો કયા બહાર ગયેલ કે કેમ? તેમને ત્યાં બહારના ગુનેગારો આવ્યા છે કે કેમ? તે બાબતે તપાસ કરી ક્રોસ ચેકીંગ થતું તેવી ગુનેગારોનાં ગાત્રા ઢીલા કરતી પધ્ધતિ અમલમાં મૂકી છે
ડીસીપી લેવલે નિયમિત એક સપ્તાહમાં બે વખત નિયમિત બે વખત પેટ્રોલીંગ કરવાની પ્રથા ફરી શરૂ કરાવેલ છે. પોલીસ કમિશનરે દ્વારા પોતાની જાતને મોટા ડોન સમજતા અને પોતાની ઓળખાણનો ગેર ઉપયોગ કરતા મોટા ગજાના ગુનેગાર વિરૂદ્ધ તેમની ગેર કાયદે ઇમારતો પર હથોડા વીંઝવા પણ શરૂ કરાવેલ છે. રાજકોટ, અમદાવાદમાં સીસીટીવી હેક થવા વિગેરે મામલે પોલીસની કામગીરી કાબિલેદાદ રહ્યાનું પોલીસ કમિશનર જણાવી રહ્યા છે.પોલીસ કમિશનર દરરોજ બે કલાક લોકોનો સમસ્યા સાંભળવા માટે ફાળવ્યા છે
આજ શ્રુંખલામાં રવિવારે વિવિધ રીઢા ગુનેગારોને ક્રાઇમ બ્રાન્ચ બોલાવી ભૂતકાળમાં ક્રાઇમ બ્રાન્ચમાં ઝોન થયા પહેલા જે રીતે બોલાવી શાનમાં સમજાવવામાં આવતા તે રીતે જ્ઞાનેન્દ્ર સિંહજી દ્વારા ગુરુ જ્ઞાન આપવામા આવેલ. રીઢા ગુનેગારો આવતા પહેલા નિવળત્ત ગુનેગારો પાસેથી સીપી વિષે માહિતી મેળવી આવેલ, અને કેવી કેવી ગેંગનો સફાયો કરેલ, અને ભરૂચમાં કેવાં માથાભારે લોકો માત્ર કેવી કાયદાકીય પરિસ્થિતિ નિર્માણ કરેલ તે જાણી આવ્યા હોવાથી ક્રાઇમ બ્રાન્ચમાં રીતસર ફફડતા હતા.(૪૦.૪)
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
