News of Monday, 24th March 2025
૧૦૦ કલાક પૂર્ણ... અમદાવાદ પોલીસે દારૂનો મીની ટ્રક ઝડપ્યો
સીપી જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક, સેકટર વડા જયપાલસિંહ રાઠોડ, ડીસીપી રવિ સેનીના માર્ગદર્શનમાં એસીપી પ્રદીપસિંહ જાડેજા અને પીઆઇ બી.એસ. જાડેજા ટીમને મોટી સફળતા.....

રાજકોટઃ તા. ર૪,રાજ્યના મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા તમામ પ્રકારના અપરાધીઓની યાદી ૧૦૦ કલાકમા તૈયાર કરાવ્યા પછી લોકોને પણ હવે પોલીસ નામની કોઈ એજન્સી હોવાનો ખરા અર્થમાં અહેસાસ થવા લાગ્યો છે. અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક, સેકટર વડા જયપાલસિંહ રાઠોડ અને ડીસીપી રવિ સેનીના માર્ગદર્શનમાં એસીપી પ્રદીપસિંહ જાડેજા ટીમ દ્વારા દારૂ ભરેલ આખો મીની ટ્રક ઝડપી લીધો છે.
આ કાર્યવાહીમાં ઇશનપુ૨ પોલીસ મથકના પીઆઇ બી.એસ.જાડેજા તથા સ્ટાફ દ્વારા ખાનગી રાહે મળેલ બાતમી આધારે કુલ ૧૦ લાખથી વધુનો મુદામાલ કબ્જે કરી રફીક ઉર્ફ બાદશાહ સામે કાયદેસર કાર્યવાહી કરેલ છે.
કામગીરી કરનાર અધિકારીઓ/કર્મચારીઓઃ૧. પો.સ.ઈ. શ્રી એન.આર. સોલંકી ૨. અ.હે.કો. રમેશભાઈ ગોરાભાઈ (બ.નં.૩૬૮૭),૩. અ.પો.કો. તૌસીફમહંમદ ફકીરમહંમદ (બ.નં. ૧૧૯૯૨),૪. અ.પો.કો. જયેશભાઈ મધુભાઈ (બ.નં.૧૧૪૮૪), ૫. અ.પો.કો. કિરણભાઈ જીવણભાઈ (બ.નં.૮૧૧૮),૬.અ.પો.કો. મુન્નાભાઈ સામતભાઈ (બ.નં. ૧૨૮૩૪),૭. અ.પો.કો. નરેન્દ્રસિંહ રાયસંગભાઈ (બ.નં. ૯૬૨૪),૮. અ.પો.કો. લક્ષ્મણભાઈ સનાભાઈ (બ.નં. ૧૧૨૬૨)વીગેરેનો સમાવેશ છે
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
