News of Monday, 24th March 2025
અમદાવાદ ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં :બે દિવસમાં 98 લોકો સામે ગુનો નોંધાયો : 20 દિવસમાં 13 કરોડથી વધુનો દંડ વસૂલ્યો
ટ્રાફિક પોલીસ દ્વારા અલગ અલગ ડ્રાઇવ યોજીને અસરકારક કામગીરી : રોંગસાઈડમાં વાહન ચલાવનારા સામે હવે દંડ નહિ પરંતુ ગુનો નોધીને કાર્યવાહી

અમદાવાદ : શહેરમાં ટ્રાફિકની સમસ્યાને લઈને હાઇકોર્ટ દ્વારા અનેકવાર પોલીસની ઝાટકણી કાઢી હતી. તેને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા અલગ અલગ ડ્રાઇવ યોજીને અસરકારક કામગીરી કરી હતી. હવે વધુ કડક કાર્યવાહી કરવા સૂચના આપતા ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં આવી છે. જેમાં રોંગસાઈડમાં વાહન ચલાવનારા સામે હવે દંડ નહિ પરંતુ ગુનો નોધીને કાર્યવાહી કરવા લાગી છે. છેલ્લા બે દિવસમાં પોલીસે રોંગસાઈડમાં વાહન ચલાવનારા સામે કુલ 98 ગુના નોધ્યા છે.
છેલ્લા 20 દિવસમાં ટ્રાફિક ટ્રાફિક નિયમનભંગના બે લાખથી વધુ કેસો કરીને રૂપિયા 13.21 કરોડનો દંડ વસૂલ્યો હતો. શહેર પોલીસ દ્વારા રોંગસાઇડમાં વધુ વાહનચાલકો આવતા હોય તેવા 19 જેટલા સ્પોટ નક્કી કર્યા છે. ત્યારે હવે ત્યાં ટ્રાફિક પોલીસ ઉભી રહીને મોબાઇલ એપ્લીકેશનથી મેમો પણ આપી રહ્યા છે. તેમજ જરૂર જણાય તો વાહનચાલક સામે ગુનો નોધીને કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.
આગામી સમયમાં ટ્રાફિક પોલીસ દ્વારા રોંગસાઇડને લઈને મેગા ડ્રાઈવ પણ યોજીને વધુમાં વધુ ગુના નોંધીને કાર્યવાહી કરશે. આ ઉપરાંત ટ્રાફિક નિયમનને લઈને પણ સતત ડ્રાઈવ યોજશે. મહત્વનું છે કે ટ્રાફિક પોલીસ પાસે પૂરતો સ્ટાફ પણ ન હોવાથી કેવી રીતે કાર્યવાહી કરે તે અંગે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. જ્યારે કેટલીક જગ્યાઓ પર સીસીટીવી પણ બંધ હોવાથી આરોપીઓને પકડી શકાતા નથી.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
