News of Monday, 24th March 2025
અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરીમાં ક્રેન તૂટતા વડોદરાના મુસાફરો ફસાયા :મુંબઈથી આવતી જતી 29 જેટલી ટ્રેનોને અસર
મુંબઈથી અમદાવાદ તરફ જતી ટ્રેનના મુસાફરોને વડોદરા રેલવે સ્ટેશન ઉતારી દેવામાં આવ્યા

અમદાવાદના વટવા ખાતે બુલેટ ટ્રેનની ચાલી રહેલી કામગીરી સમય ક્રેન તૂટી પડતા ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું હતું આકસ્માતને પગલે વડોદરા થી અમદાવાદ જવા વાળી ટ્રેન મોડી ચાલી હતી. જેના કારણે મુસાફરો અટવાયા હતા.
અમદાવાદના વટવા ખાતે બુલેટ ટ્રેનની ચાલી રહેલી કામગીરી દરમિયાન ગેન્ટ્રી ગેટ મુકવા દરમિયાન મોટી ક્રેન તૂટી પડી હતી. જેના કારણે ટ્રેનો પ્રભાવિત થઈ હતી. વડોદરાથી અમદાવાદ જવા વાળી ટ્રેનો હાલમાં પણ મોડી ચાલી રહી છે. જ્યારે આ અકસ્માત સર્જાતા ત્રણ ટ્રેનનો રૂટ પણ બદલવામાં આવ્યો હતો. મુંબઈથી આવી આગળ જતી 29 જેટલી ટ્રેન નો પ્રભાવિત થઈ હતી. મુંબઈથી અમદાવાદ તરફ જતી ટ્રેનના મુસાફરોને વડોદરા રેલવે સ્ટેશન ઉતારી દેવામાં આવ્યા હતા.
વલસાડથી વડનગર અને વલસાડથી અમદાવાદ તરફ જતી ટ્રેન કેન્સલ થઈ હતી. જેના કારણે લાંબા રૂટના અનેક મુસાફરો અટવાય પડ્યા હતા. રેલવે વિભાગના અધિકારીઓ જણાવ્યું હતું કે વટવા ખાતે થયેલી સમસ્યાને હલ કરવામાં આવી છે. ધીરે-ધીરે રેલવે વાહન વ્યવહાર નોર્મલ થઈ રહ્યો છે. જ્યારે બીજી તરફ વડોદરા રેલવે સ્ટેશન ખાતે પણ સાયરનો રણકી ઉઠ્યા હતા. જેના કારણે મુસાફરોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.
(6:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
