<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

હંમેશા નાઈટ ગાઉન પહેરવાની જીદ કરે છે :જુહાપુરાના પતિ અને સાસરિયાનાં ત્રાસથી કંટાળેલી મહિલાની પોલીસ ફરિયાદ

મહિલાએ પોલીસ ફરિયાદમાં એવું પણ કીધું છે કે, જો તે તેના પતિની વાત માનવાની ના પાડે તો તે ગુસ્સે થઈને મારઝૂડ કરે છે. તેણે કહ્યું કે સૂતા પહેલા તેનો પતિ પગ દબાવડાવે છે.

અમદાવાદના જુહાપુરામાં 21 વર્ષની મહિલાએ તેના પતિની વિચિત્ર માંગણીઓથી હેરાન થઈને પોલીસ ફરિયાદ નોંધાવ્યાની ઘટના સામે આવી છે. મહિલાએ તેના પતિ અને સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાએ આરોપ લગાવ્યો છે કે મહિલાના લગ્ન મે 2023માં થયા હતા. તેને હંમેશા ઘરમાં નાઈટગાઉન પહેરવા માટે દબાણ કરવામાં આવતું હતું. તેના પતિ અને સાસરિયાઓ તેના કપડાંની પસંદગી પર નિયંત્રણ રાખતા હતા. જ્યારે તેણે આવું કરવાની ના પાડી તો તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો.

મહિલાએ પોલીસ ફરિયાદમાં કહ્યું છે કે, લગ્ન બાદ તેનો પતિ અને સાસરિયાં તેને હેરાન કરતા હતા. દરેક મુદ્દા પર તેને અટકાવતો હતો. મહિલાનો આરોપ છે કે તેના સાસરિયાઓ વારંવાર તેની સાથે દુર્વ્યવહાર કરે છે. મહિલાનો આરોપ છે કે તેણીએ શું પહેરવું તે તેના સાસરિયાઓ પણ નક્કી કરતા હતા. તે પોતાની અનુકૂળતા મુજબ કપડાં પણ પસંદ કરી શકતી ન હતી.

મહિલાએ એવું પણ કહ્યું છે ફરિયાદમાં કે, તેનો પતિ ડોક્ટર છે. તેણે લગ્ન બાદ દારૂ પીવાનું શરૂ કર્યું હતું. તે જ વખતે મહિલાએ દારૂ પીવાની ના પાડી તો તેણે તેની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે મહિલાએ તેના સાસરિયાઓને તેના પતિના વર્તન વિશે કહ્યું ત્યારે તેમણે સપોર્ટ કર્યો નહોતો. આ સિવાય ફરિયાદમાં મહિલા એવું કહ્યું છે કે, તેનો પતિ નક્કી કરે છે કે તેણે ક્યારે સૂવું છે અને ક્યારે જાગવું છે.

આ ઉપરાંત મહિલાએ પોલીસ ફરિયાદમાં એવું પણ કીધું છે કે, જો તે તેના પતિની વાત માનવાની ના પાડે તો તે ગુસ્સે થઈને મારઝૂડ કરે છે. તેણે કહ્યું કે સૂતા પહેલા તેનો પતિ પગ દબાવડાવે છે. મહિલાનું કહેવું છે કે તેનો પતિ તેને હંમેશા નાઈટ ગાઉન પહેરવાની જીદ કરતો હતો અને જ્યારે પણ તે ના પાડતી ત્યારે તેનો પતિ તેને હેરાન કરતો હતો અને તેના સાસરિયાઓ તેની સાથે દુર્વ્યવહાર કરતા હતા.

(1:52 PM IST)