News of Monday, 24th March 2025
હવે બોપલ-ઘુમામાં AMC પાણી વિતરણ કરશે : લાઈનમાં લીકેજ થશે તો કોન્ટ્રાક્ટર જવાબદાર
મ્યુનિસિપલે ઔડા પાસેથી આ વિસ્તારમાં કેટલી પાણીની ટાંકી છે કેટલા કનેક્શન છે તે સહિતની વિગતો માગી:આગામી દિવસોમાં પાણીના સપ્લાયની જવાબદારી મ્યુનિસિપલે સંભાળશે.

અમદાવાદ મ્યુનિસિપલની હદમાં ભળેલા બોપલ-ઘુમાના વિસ્તારમાં પાણીનો સપ્લાય ઔડા કરે છે. ઉનાળામાં આ વિસ્તારમાં પાણીની સમસ્યા ઊભી ના થાય તે માટે પાણીનો સપ્લાય મ્યુનિસિપલના હસ્તક લેવા વોટર સપ્લાય કમિટીએ નિર્દેશ આપ્યો છે. ટૂંક સમયમાં આ કામગીરી ઔડા પાસેથી લઈ લેવાશે. મ્યુનિસિપલે ઔડા પાસેથી આ વિસ્તારમાં કેટલી પાણીની ટાંકી છે કેટલા કનેક્શન છે તે સહિતની વિગતો માગી છે. આગામી દિવસોમાં પાણીના સપ્લાયની જવાબદારી મ્યુનિસિપલે સંભાળશે.
આ ઉપરાંત વોટર સપ્લાય અને સુઅરેજ કમિટીમાં ચાંદખેડામાં STP (સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) બનાવવા બાબતે ચર્ચા થઇ હતી. આ સાથે નિકોલમાં વારંવાર ગટરના પ્રશ્નો ઉભા થતાં 5 એમએલડીનો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા અંગે પણ ચર્ચા થઈ હતી. શહેરમાં કેટલાક વિસ્તારમાં એક વખત પાણીનું લીકેજ થયા પછી તે સ્થળે રિપેરિંગ પછી પણ લીકેજ થતું હોવાની ફરિયાદો સતત મળી હોય છે. જેથી જ્યાં પણ ફરી લીકેજ થાય તો કોન્ટ્રાક્ટરે જો યોગ્ય રતે કામગીરી ન કરી હોય જવાબદારી નક્કી કરવામાં આવવી જોઈએ.
(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
