તા. ૭ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૮ મંગળવાર
News of Monday, 24th March 2025
દિવાન બલ્લુભાઇ ટુર્નામેન્ટમાં હીરામણિ શાળા વિજેતા

ગાંધીનગરઃ સરદાર પટેલ સ્ટેડિયમ, અમદાવાદ ખાતે યોજાયેલી ઈન્ટરસ્કૂલ ટુર્નામેન્ટમાં શારદામંદિર વિનયમંદિરે ટોસ જીતીને પહેલા બેટીંગ લેતા ૭૨.૫ ઓવરમાં ૧૦ વિકેટે ૨૧૭ રન કર્યા હતાં. જેમાં સ્મિત દેસાઈએ ૨૨ ઓવરમાં ૫૩ રન આપીને ૪ વિકેટ અને શિવમ પટેલે ૧૯.૫ ઓવરમાં ૫૬ રન આપીને ૩ વિકેટ લીધી હતી. અમદાવાદની હીરામણિ સ્કૂલે ૧૩૭.૨ ઓવરમાં ૧૦ વિકેટે ૪૭૨ રન કર્યા હતાં. જેમાં વેદાંત ત્રિવેદીએ ૧૨૨ બોલમાં ૧૦૧ રન, શિવમ પટેલે ૧૭૧ બોલમાં ૮૫ રન, ધ્રુવિલ પટેલે ૧૮૧ બોલમાં ૭૮ અને હર્ષરાજ રાઠોડે ૭૪ બોલમાં ૫૩ રન કર્યા હતાં. શારદામંદિર વિનયમંદિરે બીજા દાવમાં ૪૨ ઓવરમાં ૮ વિકેટે ૧૭૫ રન કર્યા હતાં. જેમાં નિહાલ પટેલે ૧૧ ઓવરમાં ૫૨ રન આપીને ૪ વિકેટ લીધી હતી. આ મેચમાં હીરામણિ સ્કૂલે પ્રથમ ઈનિંગને આધારે વિજય મેળવી ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. આ મેચમાં વિજય થવા બદલ સંસ્થાના પ્રમુખ નરહરી અમીન, મેનેજિંગ ટ્રસ્ટી ડો.વરુણ અમીન અને સંસ્થા સી.ઈ.ઓ. ભગવત અમીને અભિનંદન પાઠવ્યા હતાં.
(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
