News of Monday, 24th March 2025
સમાન નાગરિક સંહિતા અંગે મહિલા સંગઠન અને લીગલ રીચર્સ ફાઉન્ડેશન દ્વારા સુચનો

રાજકોટ તા.૨૪: ગુજરાત રાજ્યમાં સમાન નાગરિક ધારાના સંદર્ભમાં ગુજરાત સરકાર દ્વારા રચવામાં આવેલ સમિતિ સમક્ષ અખિલ હિન્દ મહિલા પરિષદની આગેવાની હેઠળ મહિલા ધારાશાષાીઓ તેમજ વિવિધ મહિલા સંગઠનના પ્રતિનિધિઓએ એક બેઠક કરી અને સર્વાનુમતે સમાન નાગરિક ધારાને સમર્થન આપ્યું હતું
સાથોસાથ લીવ ઇન રિલેશનશિપના સંદર્ભમાં ગંભીર ચિંતા વ્યક્ત કરી આ વિષયમાં લીવ ઇન રિલેશનશિપનું રજીસ્ટ્રેશન વગેરે બાબતોથી લગ્ન પ્રથા ઉપર જરા પણ વિપરીત અસર ન થાય તે અર્થે ખાસ કાળજી લેવા સમિતિને ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
આ મિટિંગ ડો. ભાવનાબેન જોશીપુરાની અધ્યક્ષતામાં મળેલ તેમાં મહિલા બારના પ્રમુખ રક્ષા ઉપાધ્યાય, પ્રગતિ માંકડિયા, ઈતિહાસવિદ્દ ફુલ્લ રાવલ, જ્યોતિબેન શુક્લ, શબનમબેન ઠેબા, અરુંધતિબેન દાસાણી, ધરાબેન ઠાકર, પારૂલબેન પંડ્યા અને પુનમબેન વ્યાસ સહિત મહિલા અગ્રણીઓ હાજર રહેલ.
દરમિયાન ગુજરાત રાજ્યની અંદર સમાન નાગરિક સંહિતા અમલમાં લાવવા સંદર્ભે રચાયેલી સમિતિ સમક્ષ લીગલ રિસર્ચ ફાઉન્ડેશન ના માધ્યમથી સૌરાષ્ટ્ર ભરના અગ્રણી વકીલો તેમજ કાયદા વિદ્યા શાખાના અધ્યાપકો દ્વારા સમિતિ સમક્ષ કેટલાક મહત્વના સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા.
લીગલ રિસર્ચ ફાઉન્ડેશનના ચેર પર્સન પ્રોફેસર કમલેશ જોષીપુરા ના માર્ગદર્શન અને અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકની અંદર પૂર્વ જિલ્લા સરકારી વકીલ એ ગિરીશચંદ્ર ભટ્ટ, જયદેવભાઈ શુક્લ, બાર એસોસિએશન ઓફ ઇન્ડિયાના ગુજરાતના જનરલ સેક્રેટરી શ્રીમતી ભાવના જોશીપુરા, અંશ અભય કુમાર ભારદ્વાજ ગુજરાત હાઇકોર્ટના ધારાશાષાી સમ્રાટ ભાઈ ઉપાધ્યાય, અધિવકતા પરિષદના શ્રી પ્રશાંતકુમાર જોશી, જયેશ ભાઈ જાની, જે આર ફુલરા, સમાજકાર્ય ભવનના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ દવે, લીગલ સેલના શ્રી કમલેશ ડોડીયા તેમજ હિતેશ દવે, કાયદા ભવન ના અધ્યક્ષ શ્રી આનંદભાઈ ચૌહાણ, અધ્યાપકો ડો. ચિરાગ ચૌહાણ, જામનગરના ડો. નિર્મલ સિંહ હેરમાં, પાંધી લો કોલેજ ના ડો, ગોવિંદ વેકરીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(4:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
