News of Monday, 24th March 2025
અમદાવાદ પોલીસનો એક સપ્તાહમાં સપાટો : 31,682 વાહનોનું ચેકિંગ કર્યું .58 સામે પાસા હેઠળ કાર્યવાહી કરી
31,682 વાહનો, 3,140 કીટલી અને અન્ય બેઠકો તેમજ 2,411 ગલ્લાઓની ચકાસણી કરી

અમદાવાદ શહેરમાં પોલીસ દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી ગુનાહિત કૃત્યો આચરનારા અને કાયદો વ્યવસ્થા ડ્હોળનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાં નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને કાયદાનો પાઠ ભણાવવામાં આવી રહ્યો છે. ત્યારે શહેર પોલીસ દ્વારા 15 માર્ચથી 23 માર્ચ સુધી કરવામાં આવેલી કામગીરી અંગે વિગતો આપી છે. જે અનુસાર એક અઠવાડિયામાં 31 હજારથી વધુ વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું છે. તેમજ 58 આરોપીઓની પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
સોશિયલ મીડિયામાં અમદાવાદ પોલીસ દ્વારા જણાવવામાં આવેલી વિગતો અનુસાર, અમદાવાદ શહેર પોલીસે 15 માર્ચ, 2025 થી 23 માર્ચ, 2025 સુધીના એક સપ્તાહના સમયગાળા દરમિયાન વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસે આ દરમિયાન 31,682 વાહનો, 3,140 કીટલી અને અન્ય બેઠકો તેમજ 2,411 ગલ્લાઓની ચકાસણી કરી હતી
પોલીસે શંકાસ્પદ વ્યક્તિઓનું ચેકિંગ પણ હાથ ધર્યું હતું, જેમાં 1,242 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. આ ઉપરાંત, પોલીસે 58 સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. 467 આરોપી સામે જામીન રદ કરવાની કાર્યવાહી પણ હાથ ધરાઈ હતી અને 17 આરોપીને તડીપાર કરવામાં આવ્યા હતા.
(9:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
