News of Tuesday, 25th March 2025
નર્મદા પોલીસે રવિવારે ૧૭ વાહન ચાલકોને કેફી પીણું પી વાહન હંકારતા ઝડપી ગુના દાખલ કર્યા
રાજપીપળા, તિલકવાડા, એકતાનગર, સલામતી દેડિયાપાડા અને સાગબારા પોલીસે ૧૭ ટુ વ્હીલ ચાલકોને કેફી પીણું પી વાહન હંકારતા પકડ્યા

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનો દ્વારા દરરોજ વાહન ચેકીંગ કરવામાં આવે છે જેમાં કેટલાક વાહન ચાલકો દારૂના નશામાં કે કેફી પીણું પી વાહન હંકારતા હોય ત્યારે પોતાને કે અન્ય વાહન ચાલકને પણ જીવનું જોખમ હોય માટે આવા લોકોને પોલીસ ચેકીંગ દરમિયા પકડી ગુના દાખલ કરે છે જેમાં ગત રવિવારે અલગ અલગ પોલીસ મથકના ચેકીંગમાં કુલ ૧૭ જેટલા વાહન ચાલકો કેફી પીણું પી વાહન હંકારતા ઝડપાઈ ગયા હતા અને આ રવિવારે પણ ૧૭ ટુ વ્હીલ ચાલકોને કેફી પીણું પી વાહન હંકારતા ઝડપી પાડી ગુના દાખલ કર્યા હતા.
મળતી માહિતી અનુસાર રવિવાર તારીખ ૨૩ માર્ચ ના દિવસ દરમિયાન રાજપીપળા, તિલકવાડા, એકતાનગર, સલામતી દેડિયાપાડા અને સાગબારા પોલીસ માણસો વાહન ચેકીંગ માં હતા તે દરમિયાન કુલ ૧૭ જેટલા ટુ વ્હીલ લઈ જતા ચાલકો કે જેઓ કેફી પીણું પી વાહન ચલાવતા હતા અને પોલીસે ચેકીંગ દરમિયાન પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી છે.
(12:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
