<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

ચીચડીયા ગામના બસ સ્ટેન્ડ પાસે બે બાઈક વચ્ચે અકસ્માત થતા એક વ્યક્તિ નું મોત

(ભરત શાહ દ્વારા ) નર્મદા:ગરુડેશ્વર તાલુકાના ચીચડીયા ગામના બસ સ્ટેન્ડ પાસે થયેલા અકસ્માતમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે

   મળતી માહિતી અનુસાર ધીરજકુમાર અરવીંદભાઇ ભીલ (રહે.ચીચડીયા નિશાળ ફળિયુ તા.ગરૂડેશ્વર જી.નર્મદા) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ વિપુલ અશોકભાઇ વસાવા (રહે.જીતનગર તા.નાદોદ જી.નર્મદા) નાઓએ પોતાના કબ્જાની મો.સા રજી.નં.GJ.22-N-4982 ની પુરઝડપે હંકારી લાવી ચીચડીયા ગામના બસ સ્ટેન્ડ પાસે તેમના પિતા અરવીંદભાઇ રેવાભાઇ ભીલ (ઉ.વ.આ.૪૮)( રહે.ચીચડીયા )નાઓના કબ્જાની મો.સા રજી.નં.GJ.34-K-2103 ને પાછળથી ટકકર મારી એકસીડન્ટ કરી રોડ ઉપર પાડી દઇ માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ પોહચાડી મોત નીપજાવી ગુનો કરતા એકતાનગર ટ્રાફિક પોલીસે વિપુલ વસાવા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(12:03 AM IST)