<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

મહારાષ્ટ્રથી લવાતા અંગ્રેજી દારૂને મોરઝડી આંબા ફળીયા ગામ પાસેથી દેડિયાપાડા પોલીસે ઝડપી પાડ્યો

ઈકો ગાડીને અટકાવવા ઈશારો કરતા ચાલકે થોડે દૂર જઇ ગાડી ઉભી રાખી અંધારાનો લાભ લઈ ગાડી મૂકી નાશી છૂટ્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના દેડિયાપાડા પોલીસે બાતમીના આધારે ઈકો ગાડીમાં લઈ જવાતા અંગ્રેજી દારૂનો મુદામાલ ઝડપી ગુનો દાખલ કર્યો છે

   મળતી માહિતી અનુસર દેડિયાપાડા પોલીસ માણસો નાઇટ રાઉન્ડમાં નિકળેલ હતા અને મોઝદા વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન મોરજડી ગામ પાસે આવતા  બાતમી મળેલ કે, એક ઇક્કો ગાડી નંબર GJ-16-DP- 18791879 માં મહારાષ્ટ્ર રાજ્ય માથી ઇંગ્લીશ દારૂ ભરી ખામનફળીયા તરફ થઈ મોરજડી ગામ તરફ આવનાર છે. જે બાતમી ના આધારે મોરજડી, આંબાફળીયા ખાતે રોડ ઉપર બાતમીવાળી ગાડીની વોચમા હતા. તે દરમ્યાન એક ફોરવ્હીલ ગાડી આવતા તેને ઉભી રાખવા માટે ઇશારો કરતા આ ગાડી ચાલકે પોતાની ગાડી થોડે દુર ઉભી રાખી દિધેલ હતી અને ઇક્કો ગાડીમાંથી ઉતરી નાસવા લાગતા પોલીસ માણસોએ પીછો કરતા અંધારાનો લાભ લઈ ઝાડી ઝાખરામાં નાસી ગયો હતો.ત્યારબાદ ઇક્કો ગાડીના પાછળના ભાગે જોતા એક પ્લા.નો કોથળો ભરેલ મળી આવેલ જેમા ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂના કાચના ક્વાટરીયા કુલ નંગ-૯૧ મળી આવ્યા જેની કિં.રૂ.૯૧૦૦/- ગણી લઈ કબ્જે કરવામાં આવેલ છે. સાથે પકડાયેલ ઇક્કો ફોર વ્હીલ ગાડી કિં.રૂ.૨,૦૦,૦૦૦ ગણી લઇ વધુ તપાસ અર્થે કબ્જે કરવામા આવેલ છે. આમ દારૂ અને ગાડી મળી કુલ રૂ. ૨,૦૯,૧૦૦ મુદામાલ પકડી પાડી  ગુનો દાખલ કર્યો છે, જ્યારે સ્થળ ઉપર ઇક્કો ગાડી મુકી અંધારાનો લાભ લઈ નાસી ગયેલા શખ્સ ની તપાસ હાથ ધરી છે

(12:09 AM IST)