News of Tuesday, 25th March 2025
અમદાવાદ એરપોર્ટ પરથી 2 કરોડથી વધુ કિંમતનું સોનું ઝડપ્યુ :અબુધાબીથી આવેલ બે મુસાફર પાસેથી 3050 ગ્રામ સોનું મળ્યુ
બંને મુસાફરો સોનાને જીન્સની પેન્ટમાં છુપાવીને લઈ આવ્યા હતા: સોનું સેમી લિક્વિડ ફોર્મમાં કેમિકલ સાથે મિક્સ કરીને લાવ્યા હતા

અમદાવાદમાં એર ઈન્ટેલિજન્સે 2 કરોડથી વધુ કિંમતનું સોનું ઝડપ્યુ છે.અબુધાબીથી આવેલ બે મુસાફર પાસેથી સોનુ મળ્યું હતું બે મુસાફર પાસેથી 3050 ગ્રામ સોનું મળ્યુ હતું.આ બંને મુસાફરો સોનાને જીન્સની પેન્ટમાં છુપાવીને લઈ આવ્યા હતા
અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી વધુ એક વખત કરોડોનું સોનું ઝડપાયું છે. એર ઈન્ટેલિજન્સ દ્વારા રૂપિયા 2 કરોડ 77 લાખથી વધુ કિંમતનું સોનું ઝડપાયું છે. અબુ ધાબીથી આવેલા 2 મુસાફર પાસેથી 3,050 ગ્રામ સોનું ઝડપાયું છે. જે બંને શખ્સો જીન્સમાં છૂપાવીને સોનું અમદાવાદ લઈ આવ્યા હતા.
અત્રે જણાવીએ કે, સોનું સેમી લિક્વિડ ફોર્મમાં કેમિકલ સાથે મિક્સ કરીને લાવવામાં આવ્યું હતું. આ બંને મુસાફરો જીન્સમાં સોનું છુપાવીને અમદાવાદ લાવ્યા હતા અને સિક્યુરિટી ચેકિંગ દરમિયાન બંને વ્યક્તિઓ પાસેથી સોનું ઝડપી લેવામાં આવ્યું છે.
(1:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
