News of Tuesday, 25th March 2025
ગિફટ સિટીમાં દારૂની છૂટ પછી, ૩૩૨૪ લિટર દારૂનું થયું વેચાણ
સરકારને ઘી-કેળા! ગિફટ સિટીમાં ૧૯,૯૧૫ લિટર બિયરનું વેચાણ નોંધાયું

અમદાવાદ,તા.૨૫: ગુજરાત વિધાનસભાના ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન વિધાનસભામાં ગિફટ સિટીમાં દારૂના વેચાણથી સરકારને થયેલી આવક અંગે સવાલ ઉઠ્યો હતો.
ઉપરાંત સામાન્ય વહીવટ, સુધારણા, તાલીમ, આયોજન, ગળહ અને પોલીસ હાઉસિંગ, મહેસૂલ, શહેરી વિકાસ તેમજ શહેરી ગળહ નિર્માણ વિભાગો સાથે જોડાયેલા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, રમતગમત, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન અને જેલ વિભાગોના મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ. આ સાથે, અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા તેમજ જળ સંપત્તિ, પાણી પુરવઠો અને કલ્પસર વિભાગની માંગણીઓ પર પણ વિચારણા કરવામાં આવી.
વિધાનસભામાં ગિફટ સિટીમાં દારૂના વેચાણથી સરકારને થયેલી આવક અંગે સરકારે કહ્યું કે ગિફટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપ્યા બાદ એક વર્ષમાં ૯૪.૧૯ લાખ રૂપિયાની આવક થઈ છે. આ સમયગાળા દરમિયાન ગિફ્ટ સિટીમાં ૧૯,૯૧૫ લિટર બિયર અને ૩,૩૨૪ લિટર દારૂનું વેચાણ નોંધાયું છે. સરકારે એમ પણ જણાવ્યું કે ગિફ્ટ સિટીમાં ધ ગ્રાન્ટ મકર્યુરી હોટલ અને ગિફટ સિટી ક્લબને દારૂ પીરસવાની પરવાનગી આપવામાં આવી છે.
ગુજરાતમાં દારૂબંધીના કડક નિયમો હોવા છતાં, સરકારે ડિસેમ્બર ૨૦૨૩માં ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં આ નિયમોમાં થોડી રાહત આપવાનો નિર્ણય લીધો હતો. આ હેઠળ, ગિફ્ટ સિટીમાં કામ કરતા અધિકળત કર્મચારીઓ અને મુલાકાતીઓને ‘‘વાઈન એન્ડ ડાઈન'' સુવિધા દ્વારા દારૂનું સેવન કરવાની છૂટ મળી છે. આ પગલું ગિફ્ટ સિટીને વૈશ્વિક વેપાર અને ટેક્રોલોજી હબ તરીકે વધુ આકર્ષક બનાવવા માટે લેવાયું હતું, જેથી વિદેશી રોકાણકારો અને કંપનીઓને આકર્ષી શકાય. હાલમાં ગિફ્ટ સિટીમાં દારૂનું વેચાણ નિયંત્રિત રીતે ચાલે છે અને તેનો ઉપયોગ ફક્ત ખાસ પરવાનગી ધરાવતા લોકો જ કરી શકે છે.(૪૦.૩)
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
