<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

કે.કે.ના આવાગમન,ગમન સાથે ચર્ચાઃઉત્‍કંઠાનું રહસ્‍યમય પોટલું છોડતા ગયા

૨૦૨૭ની ચૂંટણી પ્‍લાનિંગ, આઇબી વડા, સીઆઈડી ક્રાઇમ વડા સાથે આઇપીએસ લેવલનાં ફેરફારો અંગે માર્ગદર્શન આપતા ગયા હોવાની હાઈ લેવલે ચર્ચા : એસપી લેવલે મોટા ગ્રુપ જેવી સ્‍થિતિ, રાજકારણીઓનાં દબાણો , ભવિષ્‍યમાં નુકશાનકારક ન બને તે માટે કેન્‍દ્રીય મત વ્‍યકત થયો? પ્રદેશ પ્રમુખ, પ્રધાનમંડળ ફેરફાર સહિતની ચર્ચાનો ચિચોડો રોજ અવનવા તર્ક બહાર લાવે છે : કે.કૈલાશનાથન સાબરમતી આશ્રમનાં મહત્‍વના પ્રોજેકટનાં ઈનચાર્જ હોવાથી તેનાં પ્રોગ્રેસ રિપોર્ટ માટે આવ્‍યાનું જ સત્તાવાર રીતે કહેવાય છે,પણ કોઈ આ કારણ માનવા તૈયાર નથી, એ પણ હકીકત છે

રાજકોટ તા. ગુજરાતના આઇએએસ અને આઇપીએસ અધિકારીઓના એક સમયે ભાગ્‍યવિધાતા જેવા મુખ્‍યમંત્રીના તત્‍કાલીન ઙ્ઘિન્‍સિપલ સેક્રેટરી અને હાલના પોંડિચેરીનાં લેફટેન્‍ડ ગવર્નર તાજેતરમાં ગાંધીનગર આવી મુખ્‍ય મંત્રીનાં બંગલે ત્રણ કલાક સુધી ગ્રહ રાજ્‍યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્‍થિતિમાં બેઠક કર્યાના અહેવાલો પછી આઇપીએસ વર્તુળોમાં અનેક વિધ અનુમાન સાથે રાજકીય લેવલે અનુમાનોની આંધી ચઢી છે. અત્રે એ યાદ રહેં કે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી અને કેન્‍દ્રીય ગ્રહ મંત્રી અમીતભાઈ શાહનાં કે્‌.કે્‌્‌ના નામથી જાણીતા કૈલાસનાથનજી ગુજરાતના તેમના કાર્યકાળ દરમિયાન વિશાળ સતા ધરાવતા હતા.       

 એક સમયે ટોચનાં આઇએએસ અધિકારીઓની બદલી કરવાની હતી. મોટા ગજાના રાજકારણી દ્વારા પોતાની પસંદગી લિસ્‍ટ જવાબદાર અધિકારીને આપેલ. જયારે બદલી ઓર્ડર આવ્‍યા ત્‍યારે એ મોટા ગજાના રાજકારણી અચંબો પામી ગયેલ, એ બદલીઓ તેમના લીસ્‍ટથી વિપરીત હતી.                      

 આમ કેમ બન્‍યું? તેવું નારાજી સાથે મોટા ગજાના રાજકારણી દ્વારા જેમને લિસ્‍ટ સુપ્રત કરેલ તેમને પૂછયું. એ જવાબદાર અધિકારીએ કહ્યું કે આ બધા ફેરફારો કે.કે. દ્વારા થયા છે.      મોટાં ગજાના રાજકારણીએ ખૂબ શાંતિથી આ બાબતે પૂછતા કે કે.એ કહ્યું આ લિસ્‍ટ અમીતભાઈ  સાથે ચર્ચા બાદ ફાઇનલ કરેલ છે. હવે મોટાં ગજાના રાજકારણી માટે કંઇ બોલવા જેવું ન રહ્યું. આ એક ઉદાહરણ કે. કે.નાં વર્ચસ્‍વ સાબિત કરવા પૂરતી છે.                               

 આઇપીએસ અધિકારીઓ અને મંત્રી મંડળ ફેરફારનું કોકડું ગુચવાયું છે ત્‍યારે કે.કે.કેન્‍દ્રીય ગળહ મંત્રીનો સંદેશો લાવ્‍યા હોય તે બાબત પણ નકારી શકાય નહિ.   

અત્રે એ યાદ રહે કે રાજ્‍યના સીઆઈડી વડા જેવા રાજકીય રીતે મહત્‍વ ધરાવતા સ્‍થાન સાથે સરકારના આંખ, કાન જેવા ગુપ્તચર વડાનું સ્‍થાન ખાલી છે. જેમને ચાર્જ આપ્‍યો છે તેવા ભરાડાજી પણ એકાદ માસમાં નિવળત્ત થાય છે. અમદાવાદ રેન્‍જ આઇજી જે.આર. મોથલિય નિવળત્ત થતા  આ સહિત મહત્‍વના સ્‍થાન ખાલી છે. જૂનમાં નિવળત્ત થતા મુખ્‍ય પોલિવવડા વિકાસ સહાયને નિવળત્ત કરવા કે આશિષ ભાટિયા માફક એક્ષ્ટેન્‍સ આપવું,  એસપી લેવલે પણ મોટા ગ્રુપ પડી ગયાનું અને ભૂતકાળમાં કઈ બાબત કેન્‍દ્રમાં રાખી પોસ્‍ટીગ અપાયા હતા, તેની યાદ આપવામાં આવી રહી છે.             

 માટે દરેક લેવલે વિવિધ રીતે દબાણો લાવવામાં આવી રહ્યાની ગુજરાતમાંથી કેન્‍દ્રને સંદેશ ગયાની ચર્ચાઓ વચ્‍ચે કે.કે.નું આગમન ઘણું ઘણું કહી જાય છે. રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા સાથે બીજા મહત્‍વના ફેરફાર બાબતે પણ ચર્ચા સાથે પ્રધાનમંડળમાં કોને સમાવવા ? કોને નહિ તે બાબતે પણ કેન્‍દ્રીય હાઈ કમાંડની ગાઈડ લાઇન અંગે કે.કે..એ માહિતગાર કરવા સાથે ગુજરાતના હાલના માહોલ, ૨૦૨૭ની ચુંટણીઓના પ્‍લાનિંગ વિગેરે બાબતે પણ માર્ગદર્શન પૂરું પડાયાની ચર્ચા છે. (પ-૬)

(10:31 AM IST)