<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

સૂરતમાં એમડી ડ્રગ્‍સના આરોપી ફિરોઝ ખાનની ઓફિસ પર હથોડા ઝીંકાયા

ડોન તરીકે જાણીતા સજ્જુ કોઠારી અને સમિર માંડવાની ઇમારતો પર બુલડોઝર ફર્યા બાદ વધુ એક મોટું માથું અડફેટે :પોલીસ કમિશનર અનૂપમસિહ ગેહલોતનાં માર્ગદર્શનમાં ડીસીપી ભગીરથ ગઢવી ટીમનું ગતરાતથી મેગા ઓપરેશન... ગાંજા સહિત કેફી પદાર્થો મળી આવ્‍યાઃ સન્નાટો

રાજકોટ, તા.૨૫: રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા ૧૦૦ કલાકમાં ગુજરાતભરના તમામ જવાબદાર અઘિકારીઓ પાસેથી રીઢા ગુનેગાર અને તેની ધાકથી કરેલ ગેર કાયદે કળત્‍યો સામે આકરી કાર્યવાહી કરવાની સૂચનાનો અમલ ઢીલો પડવાને બદલે ચુસ્‍તતાપૂર્વક કરવામાં આવી રહ્યો છે. કહેવાતા ડોન સજ્જુ કોઠારી અને સમિર માંડવાની મિલકતો પર બુલડોઝર અટકયું નથી.

પોલીસ કમિશ્‍નર અનુપમસિહ ગેહલોતનાં માર્ગદર્શનમાં ડીસીપી ભગીરથ ગઢવી ટીમ એમ. ડી.ડળગ્‍સના આરોપી દ્વારા સુરત મહાનગરપાલિકાની આવાસ યોજનામાં ગેર કાયદે રીતે બનાવેલ ઓફિસ પર હથોડા ઝીંક્‍વ્‍યા હતા. ડિંડોલી વિસ્‍તારમાંથી પોલીસ દ્વારા ગાંજો પણ કબજે કરવા સહિત અનેક કેસો આજે થયાની બાબતને ડીસીપી ભગીરથ ગઢવી દ્વારા સમર્થન આપેલ છે.

આરોપી ફિરોઝખાને ગેર કાયદે ઓફિસ પર પોતે  સામાજિક કાર્યકર હોવાની ઓળખ આપતું બોર્ડ પણ લગાડ્‍યું છે. ફિરોઝખાન પર અગાઉ અનેક કેસ દાખલ થયા છે. અત્રે એ યાદ રહે કે સુરત સીપીનાં માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્‍ચ દ્વારા ગુજરાત મહારાષ્‍ટ્ર સુધી જેની હાક વાગે છે તેવા અલ્‍તાફ પટેલના ઘર પર ક્રાઇમ બ્રાન્‍ચ ડીસીપી ભાવેશ રોજિયા ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરેલ. સુરતમાં ૧૪૦૦ જેટલા હાર્ડ કોર ક્રિમીનલમાં જેમના ગેર કાયદે દબાણ છે તેમનો કડૂસલો કાઢી નાખવા પોલીસ તત્‍પર છે. ડીસીપી રાજદીપસિહ નકુમ પણ મહત્‍વની જવાબદારી સંભાળે છે. જોઇન્‍ટ સીપી ક્રાઇમ રાઘવેન્‍દ્ર વત્‍સ સતત મોનીટરીંગ કરી રહ્યા છે. સંખ્‍યાબંધ રીઢા અપરાધીઓ ઝડપથી પાસા ભેગા કરવા pcb પીઆઇ આર.એસ સુવેશ્વરા ટીમ રાત દિવસ કાર્યવાહી કરી રહ્યા છે.

(3:17 PM IST)