News of Tuesday, 25th March 2025
પ્રોફેશ્નલ ટેક્ષ નાબુદ કરો : GIDCના પ્રશ્નોનો નિવેડો લાવો : સોલાર એનર્જી બેન્કીંગ વધારી ૧૦૦% કરો
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ‘રાજયમાં રોકાણ અંગે તેમજ હાલમાં વેપાર-ઉદ્યોગકારોને મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા અને વ્યાપારમાં સરળતા' અંગે મિટીંગ યોજવામાં આવી

રાજકોટ, તા.૨૫: ગુજરાત રાજયના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીની અધ્યક્ષતામાં તા.૨૧-૦૩-૨૦૨૫ ના રોજ ગાંધીનગર ખાતે ‘રાજયમાં રોકાણ અંગે તેમજ હાલમાં વેપાર-ઉદ્યોગકારોને મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા અને વ્યાપારમાં સરળતા' અંગે રાજયની વિવિધ ચેમ્બરો/એસોસીએશનોના પ્રતિનિધિઓ સાથે મિટીંગ યોજવામાં આવેલ હતી. જેમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ, કારોબારી સભ્યશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, શ્રી કુમનલાલ વરસાણી ઉપસ્થિત રહીને વિવિધ પ્રશ્નો-સુચનો રજુ કરવામાં આવેલ. પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવએ સૌ પ્રથમ રાજકોટને નવી જીઆઈડીસી તેમજ કન્વેન્શન સેન્ટરની ફાળવણી કરવા માટે મુખ્યમંત્રીશ્રીને અભિનંદન પાઠવી સહૃદય આભારની લાગણી વ્યક્ત કરેલ.
(૧) જીઆઈડીસીના ઘણા બધા પ્રશ્નોની વિગતવાર છણાવટ કરવામાં આવી. જેમાં ખાસ કરીને જીઆઈડીસીઓને ભરવાપાત્ર થતા ડબલટેક્ષેશનનું તાત્કાલીક નિરાકરણ લાવી સમગ્ર રાજયમાં સમાન નિયમ અમલી કરવો.
(૨) રાજયમાંથી પ્રોફેશન ટેક્ષ સંપુર્ણ પણે નાબુદ કરવો.
(૩) સરકાર દ્વારા મોટી કંપનીઓને આકર્ષવા માટે જે સીંગલ વિન્ડો કલીયરન્સ અમલમાં છે. તો સમગ્ર ગુજરાતમાં આશરે ૨૦ લાખ MSME રજીસ્ટર હોય તેમાંથી રાજકોટના રજીસ્ટર MSME આશરે બે લાખથી વધુ હોય અને સૌથી વધુ રોજગાર MSME પુરી પાડી રહયો હોય તો રાજયના તમામ MSME નો સીગલ વિન્ડો કલીયર સમાં સામવેશ કરવો. જેથી કરીને વહીવટી પ્રક્રિયામાં સરળતા રહે.
(૪) વેપાર-ઉદ્યોગોના ઉદભવતા પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં લીડીંગ ચેમ્બરો સાથે દર ત્રણ મહિને મિટીંગ યોજવી. જેથી કરીને પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય.
(૫) GST અંતર્ગત હજુ ઘણી નાની મોટી મુશ્કેલીઓ ઉદભવી રહી છે તેમજ દરોમાં પણ ઘણી વિસંગતતા હોય રાજ્ય લેવલે ઞ્લ્વ્ સંકલન સમિતિની રચના કરવી અને તેમાં લીડીંગ ચેમ્બરોનો સમાવેશ કરવો. જેથી કરીને નાના મોટો પ્રશ્નોનું અહીં જ નિરાકરણ લાવી શકાય.
(૬) ડિફેન્સ અને એ રોસ્પેસ ક્ષેત્રે પણ રાજકોટ અનેક પ્રોડક્ટસનું ઉત્પાદન કરી રહયું હોય, ડિફેન્સ પોલીસીમાં ઔદ્યોગીક એકમોને જંત્રીના ૨૫% મુજબ જગ્યા આપવી. હાલમાં ડિફેન્સ એન્ડ એ રોસ્પેસ પોલીસી રિવાઈઝ થતી હોય રાજકોટ જીલ્લાનો તેમાં સમાવિષ્ટ કરવો. જેથી ઉદ્યોગોને વેગ મળે.
(૭) કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર સોલાર પ્રોજેક્ટને ખુબ જ મહત્વ આપી રહી છે. ત્યારે ગુજરાતમાં સોલા ૨માં ૩૦% એનર્જી બેન્કીગ વધારી ૧૦૦% કરવું. જેથી કરીને સોલાર પ્રોજેક્ટોને બુસ્ટ મળે.
ગુજરાતના વિકાસમાં વેપાર-ઉદ્યોગોનો સિંહફાળો રહેલ હોય તેમજ વેપાર-ઉદ્યોગોને વેગ આપવા માટે સરકાર હંમેશા કટિબધ્ધ છે અને હર હંમેશ સાથ સહકાર આપતી રહેશે. ત્યારે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા જે પ્રશ્નો-સુચનો રજુ કરવામાં આવ્યા છે તેનું ટુંક સમયમાં નિરાકરણ લાવવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલએ હકારાત્મક અભિગમ દાખવેલ છે. તેમ રાજકોટ ચેમ્બરના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવની અખબારી યાદીમાં જણાવેલ છે
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
