News of Tuesday, 25th March 2025
ધોરણ-9ના વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે આયોજિત થતી પ્રખરતા શોધ કસોટી-2025(TST)માં મેરીટ(પર્સેન્ટાઇલ રેન્ક)ના આધારે રાજ્યના પ્રથમ 1000 વિદ્યાર્થીઓની યાદી જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માન્યતા પ્રાપ્ત તમામ માધ્યમિક શાળાઓના આચાર્યઓને માહિતી મેળવી લેવા સૂચના

રાજકોટ તા.૨૫ ; ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માન્યતા પ્રાપ્ત તમામ માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓને જણાવવામાં આવે છે કે ધોરણ-9ના વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે આયોજિત થતી પ્રખરતા શોધ કસોટી ચાલુ વર્ષે તા.30/01/2025ના રોજ લેવામાં આવેલ હતી. આ પ્રખરતા શોધ કસોટી-2025(TST)માં મેરીટ(પર્સેન્ટાઇલ રેન્ક)ના આધારે રાજ્યના પ્રથમ 1000 વિદ્યાર્થીઓની યાદી તા.25/03/2025ના રોજથી બોર્ડની વેબસાઇટ gseb.org પર મૂકવામાં આવેલ છે. પરીક્ષા આપેલ તમામ વિદ્યાર્થીઓના ગુણ પત્રકો અને મેરીટ યાદીમાં સમાવેશ થયેલ વિદ્યાર્થીઓના પ્રશસ્તિપત્ર સંબંધિત શાળાઓને મોકલી આપવામાં આવશે. આ બાબતની તમામ સંબંધિતોએ નોંધ લેવા ડી.એસ.પટેલ સંયુકત નિયામક (પરીક્ષા) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની યાદીમાં જણાવાયું છે.
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
