<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

સુરતમા સચિન જીઆઈડીસી પોલીસે અલગ અલગ જગ્યાઓ પર રેડ કરીને કુલ 8 ગુના દાખલ કરી ગેરકાયદેસર ગેસ રિફલીંગની પ્રવુતિ આચરનારા સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી

મોટા ભરેલા તથા ખાલી ગેસના બાટલાઓ 52 નંગ તથા ગેસ રિફલીંગનું મશીન નળી સાથે નંગ -08, તથા ઇલેક્ટ્રિક વજન કાંટા - 08, ગેસ ભરવાનો વાલ નંગ -08 સહિત 1,0,7,750 રૂપિયાનો મુદામાલ કબજે કર્યો

 સુરત તા.૨૫ :સુરત શહેરમાં ગેરકાયદેસર ગેસ રિફલીંગની પ્રવુતિ આચરતા ઈસમો સામે પોલીસે કાર્યવાહી કરી છે. સચિન જીઆઈડીસી પોલીસે અલગ અલગ જગ્યાઓ પર રેડ કરીને કુલ 8 ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

મળતી માહિતી મુજબ સુરત શહેરમાં સચિન જીઆઈડીસી વિસ્તારમાં ઘણી બધી અલગ અલગ જગ્યાઓએ ગેસ સર્વિસ દુકાનની આડમાં ગેસના બોટલમાંથી બીજા બાટલામાં ગેસ રિફલીંગ કરવાની પ્રવુતિ ચોરી છુપેથી કરી લોકોની જાનમાલને નુકશાન થાય તે રીતેનું બેદરકારી ભર્યું આચરણ કરી ગુનાહિત પ્રવુતિ કરતા હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું જેને લઈને સચિન જીઆઈડીસી પોલીસે અલગ અલગ 4 ટીમો બનાવીને એક સાથે સચિન જીઆઈડીસી પોલીસ મથકની હદમાં અલગ અલગ કુલ 8 જગ્યાઓ પર રેડ કરી હતી અને 8 દુકાનદારોને રેડ હેડ ગેસના બોટલોમાંથી બીજા બાટલામાં ગેસ રિફલીંગ કરતા ઝડપી પાડ્યા હતા 

પોલીસે 8 દુકાનદારો પાસેથી અલગ અલગ કંપનીના નાના મોટા ભરેલા તથા ખાલી ગેસના બાટલાઓ મળી કુલ્લે 52 નંગ તથા ગેસ રિફલીંગનું મશીન નળી સાથે નંગ -08, તથા ઇલેક્ટ્રિક વજન કાંટા - 08, ગેસ ભરવાનો વાલ નંગ -08 મળીને કુલ્લે 1,0,7,750 રૂપિયાનો મુદામાલ તપાસ અર્થે કબજે કર્યો હતો અને પકડાયેલા આઠેય ઈસમો વિરુદ્ધમાં અલગ અલગ 8 ગુના દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી 

કોણ કોણ પકડાયું 

• ઘનશ્યામકુમાર દુલારચંદ સિંગ (ઉ.32)

• સતીષકુમાર રામકિશોર શાહુ (ઉ.25)

• મુલચંદ શોહનલાલ ખટીક (ઉ.25)

• સરવન કુમાર શ્યામબાબુ શાહુ (ઉ.24)

• પવન કુમાર સમરતલાલ જૈન (ઉ.46)

• નારાયણ મગનાખારોલ (ઉ.24)

• રમણકુમાર જયકુમાર ભગત (ઉ.31)

• શભુમ ગોવીંદ પાત્રા (ઉ.19)

(4:17 PM IST)