News of Tuesday, 25th March 2025
ગુજરાતમાં ફક્ત ગાયના હત્યારાને પકડતા નથી પરંતુ જેલની સજા મળે ત્યા સુધી કામ કરીએ છીએ : હર્ષ સંઘવીએ ગૌહત્યાના કેસમાં અમદાવાદ કોર્ટેના નિર્ણયને ગણાવ્યો ઐતિહાસિક
ગૌ હત્યા પરનો પ્રતિબંધ લગાવનાર પહેલી ગુજરાત સરકાર હતી. વડાપ્રધાન મોદીના ગુજરાતના મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાનના અમલમાં મૂકવામાં આવ્યો હતો ગુજરાત એવું રાજ્ય છે જ્યાં કરોડો લોકોને ગૌ માતા જોડે આસ્થા જોડાયેલી છે

અમદાવાદ તા.૨૫ ; ગઈકાલે અમદાવાદ કોર્ટે ગૌ હત્યા કેસમાં બે આરોપીને 7 વર્ષની સજા ફટકારી છે. ત્યારે રાજ્યગૃહ મંત્રીએ ગૌ રક્ષા મામલે કોર્ટના નિર્ણયને વધાવ્યો. તેમણે કહ્યું કે અમદાવાદ કોર્ટેનો આ ઐતિહાસિક નિર્ણય છે. અમે ગાયના રક્ષણ માટે મક્કમ છીએ. પવિત્ર ગાયને વંદન છે. ગુજરાતમાં ફક્ત ગાયના હત્યારાને પકડતા નથી પરંતુ જેલની સજા મળે ત્યા સુધી કામ કરીએ છીએ.
સૌનું આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર એટલે ગૌ માતા છે. અને આ આ ગૌ હત્યા પરનો પ્રતિબંધ લગાવનાર પહેલી ગુજરાત સરકાર હતી. વડાપ્રધાન મોદીના ગુજરાતના મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાનના અમલમાં મૂકવામાં આવ્યો હતો. ગુજરાત એવું રાજ્ય છે. જ્યાં કરોડો લોકોને ગૌ માતા જોડે આસ્થા જોડાયેલી છે. આ ગૌ માતાનું રક્ષણ કરવું એ આપડી ફરજ છે.
હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું હતું કે, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ગૌ હત્યારાને એક પછી એકને પકડવાનું જ નહીં કેસ કર્યા બાદ ફોલોઅપ લઈ હત્યારાને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. ગુજરાતમાં આ મહિને આ ત્રીજો ચુકાદો છે. કાલે અમદાવાદ કોર્ટે બે હત્યારાઓને 7 વર્ષની કડક સજા આપવામાં આવી છે.
(4:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
