News of Tuesday, 25th March 2025
થરાદ પોલીસને જ રિલ્સનો ચસ્કો લાગ્યો : ચાલુ ફરજ દરમિયાન યુનિફોર્મમાં ફિલ્મી સ્ટાઈલમાં રિલ્સ બનાવી
2 કોન્સ્ટેબલ અને 1 TRB જવાનની રિલ્સ વાયરલ થતાં 1 TRB જવાનને સસ્પેન્ડ કરાયો

થરાદ :સોશિયલ મીડિયામાં ફેમસ થવાની લ્હાયમાં હવે પોલીસ કર્મચારી ખાખી પહેરીને રિલ્સ બનાવવાના રવાડે ચડ્યા છે. ત્યારે તાજેતરમાં બનાસકાંઠાની થરાદ પોલીસને જ રિલ્સનો ચસ્કો લાગ્યો છે. ત્રણ પોલીસ કર્મી ચાલું નોકરીમાં ઓન ડ્રેસમાં રિલ્સ બનાવતા ફરી એકવાર પોલીસ કામગીરી પર સવાલો ઉઠ્યા છે.
થરાદ પોલીસ સ્ટેશનમાં ફરજ બાજવતા પોલીસ કર્મીઓ ચાલુ ફરજ દરમિયાન યુનિફોર્મમાં ફિલ્મી સ્ટાઈલમાં રિલ્સ બનાવી છે. પોલીસ સ્ટેશનની બહાર રિલ્સ બનાવી વાયરલ કરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જે રિલ્સ પર યુઝર્સો જુદા જુદા પ્રકારની કોમેન્ટો પણ કરી રહ્યાં છે. લોકો કોમન્ટ મારફતે પોલીસ પર રોષ ઠાલવી રહ્યાં છે
2 કોન્સ્ટેબલ અને 1 TRB જવાનની રિલ્સ વાયરલ થતાં સૂત્રો પાપ્ત માહિતી મુજબ 1 TRB જવાનને સસ્પેન્ડ કરાયો છે. જો કે, થરાદ પોલીસની કામગીરી પર ફરી એકવાર સવાલો ઉઠ્યા છે, પોલીસ સ્ટેશનના કર્મીઓને રિલ્સ બનાવવાનો ભરપૂર ટાઈમ છે પરંતુ કાયદો અને વ્યવસ્થાનં પાલન કરવવામાં કેટલો રસ? કારણ કે, રક્ષક જ ભક્ષક બને તો રખેવાળી કોણ કરે તે સૌથી મોટો સવાલ ઉભો થયો છે.
(6:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
