News of Tuesday, 25th March 2025
રાજ્યમાં ડુંગળીનો ઉંચો ભાવ ખેડબ્રહ્મા માર્કેટ યાર્ડમા 560 રૂપિયા સુધી બોલાયો : જાણો 19 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણ યાદી
ગુજરાતની 19 માર્કેટ યાર્ડમાં કુલ 10,155.90 ટન ડુંગળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 19 માર્કેટ યાર્ડમાં કુલ 10,155.90 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ ખેડબ્રહ્મા માર્કેટ યાર્ડમા 560 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 275 રૂ. અને નીચો ભાવ 75 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય પોરબંદરમાં 500 રૂ., ડીસામાં 460 રૂ., અમદાવાદમાં 420 રૂ., બીલીમોરામાં 400 રૂ., અંકલેશ્વરમાં 380 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 10,155.90 ટન ડુંગળીની આવક થઇ છે.


(7:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
