<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ ઉનાવા માર્કેટ યાર્ડમા 1533 રૂપિયા સુધી બોલાયો : જાણો 23 યાર્ડના ભાવ :જુઓ સંપૂર્ણ યાદી

ગુજરાતની 23 માર્કેટ યાર્ડમાં કુલ 945.16 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :ગુજરાતની 23 માર્કેટ યાર્ડમાં કુલ 945.16 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ ઉનાવા માર્કેટ યાર્ડમા 1533 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1484 રૂ. અને નીચો ભાવ 1330 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય કડીમાં 1515 રૂ., બોડેલીમાં 1504 રૂ., વડાલીમાં 1501 રૂ., માણાવદરમાં 1495 રુ., ભાવનગરમાં 1486 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 945.16 ટન કપાસની આવક થઇ છે.

(8:15 PM IST)