<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

ગુરુવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત યોજાશે

અરજદારો.રજૂઆતકર્તાઓ સવારે ૯-૩૦ થી ૧૨-૦૦ વાગ્યા સુધીમાં પોતાની રજૂઆતો મુખ્યમંત્રીના જનસંપર્ક એકમમાં આપી શકશે

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ રાજ્યના નાગરિકો,  પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ ગુરૂવાર, તા. ૨૭મી માર્ચે યોજાશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૦૩થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે.
આ ઉપક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં માર્ચ-૨૦૨૫નો રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૭મી માર્ચે યોજાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુરૂવારે ૨૭મી માર્ચે રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહેશે અને નાગરિકોની રજૂઆતો સાંભળશે.
સામાન્ય નાગરિકો, અરજદારો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો ગુરૂવાર, તા. ૨૭મી માર્ચે, સવારે ૯-૩૦ થી ૧૨-૦૦ સુધીમાં મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે. 
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ રાજ્ય સ્વાગત અન્વયે મુખ્યમંત્રી કાર્યાલય જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળશે

(9:45 PM IST)