<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

માર્ચ એન્ડિંગમાં કડક વલણ : નર્મદા ડીજીવીસીએલની 2.40 કરોડની રિકવરી

રાજપીપળા સહીત અન્ય ગામડામાં 245 કનેશન કાપી નાખતા વીજ ગ્રાહકોમાં ફફળાટ

(ભરત શાહ દ્વારા )નર્મદા: માર્ચ એન્ડિગ ને લઈને ડીજીવીસીએલ બાકીના વીજ બીલોની ઉઘરાણી માટે કડક અમલવારી કરતા વીજ ગ્રાહકોમાં ફફળાટ ફેલાયો છે. સરકારી કચેરીઓના બાકી વીજ બીલોને લઈને બિલ તાત્કાલિક ભરવા નોટિસો પણ આપી છે. માર્ચ 2024- 25 ની કુલ રિકવરી 2.40 કરોડ જેટલી છે.જે કલેક્શન કરવા વીજ વિભાગની ટીમો ઉઘરાણી માટે દોડધામ કરી રહી છે.

  દક્ષિણ ગુજરાત વીજ કંપની રાજપીપળા મુખ્ય ડિવિઝન ના એક્ઝીક્યુટીવ ઈજનેર બીબી પટેલની સૂચના મુજબ વિવિધ ડિવિઝન માં જે પણ વીજ બીલો બાકી હોય એવા ગ્રાહકને ઘરે જઈને બિલ નું કલેક્શન કરવામાં આવૅ અને અને જો બિલ ના ભારે તો તેવા ગ્રાહકનું વીજ કનેક્શન કાપી નાખવા સુધીના ઓર્ડરો આપ્યા હોય નર્મદા જિલ્લામાં યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. અને બાકી વીજ બીલો ભરવા ગ્રાહકોમાં દોડધામ મચી છે. 24 માર્ચ 2025 સુધી મા કુલ 2.40 (બે કરોડ ચાલીશ લાખ)ની રિકવરી કરવાની હોય તમામ  ડિવિઝનમાં ટીમો બનાવી ઘરે ઘરે બિલો ઉઘરાવવા જતા જેમણે બિલ નથી ભર્યા તેમના મીટર કાપવામા આવ્યા છે જેમાં અત્યાર સુધી 245 ગ્રાહકોના મીટરો કાપવામાં આવ્યા છે. તેમની પાસેથી 18 લાખ રિકવર કરવામાં આવ્યા છે. આ સાથે ઘરે જઈ ને 18  લાખ થી વધુ રિકવરી કરવામાં આવ્યા છે.  માર્ચ 2025 ની બાકી ના દિવસો ની 92 બાણું લાખ રિકવરી કરવાની બાકી છે તેમાં ગર્વમેન્ટ ગ્રાહકોની રિકવરી આશરે 25 લાખ જેટલી બાકી છે.
આ બાબતે એક્ઝીક્યુટીવ ઈજનેર બી.બી.પટેલે જણાવ્યું હતું કે હાલ માર્ચ એન્ડિંગ ને લઈને અમારે ટાર્ગેટ પૂરો કરવાનો હોય જે તે બાકી બીલો હોય તે ભરવાના રહી ગયા હોય તો અમારી ટિમો લિસ્ટ લઈને ઘરે જઈને બાકી બીલોની ઉઘરાણી કરે છે ને ઘરે રૂપિયા લઈને રસીદ પણ આપી દે છે જે લોકોના લાંબા સમયથી વીજ બીલ બાકી હોય ઘરે કર્મચારીઓ લેવા ગયા છતાં નથી ભરાતા તો તેમના કનેકશન કાપી નાખવામાં આવે છે. એટલું જ નહિ તેમનું કનેક્શન કાયમી ધોરણે રદ પણ થઇ શકે છે.

(10:41 PM IST)