News of Wednesday, 26th March 2025
સુરત : પુત્રીને હવસનો શિકાર બનાવનાર પિતાએ પોલીસ લોકઅપમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
આરોપીએ ટોયલેટમાં બારીના સળિયા સાથે શર્ટ બાંધીને ગળેફાંસો ખાઈ લીધો

સુરત: શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં એક આરોપીએ અહીંયા લોકઅપમાં જ સુસાઇડ કરી લીધું છે ]
જે આરોપીએ આપઘાત કરી લીધો છે. તેણે પોતાની જ દીકરીને હવસનો શિકાર બનાવી હતી જેના કારણે તેને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો હતો. પરંતુ હાલ તેણે લોકઅપમાં જ આપઘાત કરી લીધો છે.
બનાવને લઈને જો વિગતવાર વાત કરીએ તો શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં આ બનાવ બન્યો છે. જ્યાં એક આરોપીએ લોકઅપમાં આપઘાત કરી લીધો છે. આરોપીએ ટોયલેટમાં બારીના સળિયા સાથે શર્ટ બાંધીને ગળેફાંસો ખાઈ લીધો જેના કારણે તેનું મોત નીપજ્યું છે. આ આરોપીની ઉંમર 45 વર્ષની હતી અને તેણે જે ગુનો આચર્યો હતો તેના વિશે જાણીને ભલભલાના રૂંવાડા ઉભા થઈ જાય.
આરોપીએ પોતાની જ 17 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેના કારણે તેને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો હતો. આરોપીની સામે પોક્સો અને બળાત્કારની કલમ લાગી હતી. જેથી પોલીસે તેની ધરપકડ કરી હતી. જોકે તેણે આપઘાત કરી લીધા બાદ પોલીસે આ કેસમાં તેના મૃતદેહને પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યો છે અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતના વરાછા પોલીસ સ્ટેશનનો આ બનાવ છે કે જ્યાં એક દુષ્કર્મના આરોપીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આરોપીએ ટોયલેટની બારીના સળિયા સાથે શર્ટ બાંધીને ગળેફાંસો ખાઈ લીધો જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. આપઘાત કરનાર આરોપીએ તેની જ 17 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ હતુ જેના કારણે તેને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો હતો.
(12:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
