News of Wednesday, 26th March 2025
સુરત મનપા સંચાલીત સુમન માધ્યમિક શાળા સેલ હસ્તકની વિવિધ માધ્યમોની શાળાઓમાં શિક્ષકોની ભરતી જાહેર
11 મહિનાના કરાર આધારિત શિક્ષકોની માસિક ફિક્સ પગારથી ભરતી કરાશે. આ માટે ઉમેદવારો માત્ર ઓનલાઈન અરજી કરી શકશે

સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન માધ્યમિક શાળા સેલ હસ્તની વિવિધ માધ્યમોની શાળાઓમાં અલગ અલગ વિષયના કુલ 83 શિક્ષકોની ભરતી જાહેર થઈ છે. 11 મહિનાના કરાર આધારિત શિક્ષકોની માસિક ફિક્સ પગારથી ભરતી કરાશે. આ માટે ઉમેદવારો માત્ર ઓનલાઈન અરજી કરી શકશે.
અરજદારે www.suratmunicipal.gov.inની વેબસાઈટ પર તા. 26 માર્ચ 2025 (સમય : સવારે 11 કલાક) થી તા. 15 એપ્રિલ 2025 (સમય: રાત્રે 11 કલાક સુધી) દરમ્યાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખાલી જગ્યાઓ માટે સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ પર મુકવામાં આવેલ વિગતવાર જાહેરાત જોઈ લેવાની રહેશે. વધુ વિગત માટે મધ્યસ્થ મહેકમ (રીકુટમેન્ટ) વિભાગનો ફોન નં.0261-2423751-56 પર સંપર્ક કરવો.
નોટિફિકેશનમાં જણાવાયું છે કે, કરાર આધારિત શિક્ષકોનો કરાર 11 (અગિયાર) મહિનાનો રહેશે. અગિયાર મહિનાના કરાર સમયગાળાની સમાપ્ત થવા પર કરાર આપમેળે રદ થયેલ માનવામાં આવશે
(12:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
