<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ(મણમાં) રાજકોટમાં 2700 રૂપિયા સુધી બોલાયો : જાણો 14 યાર્ડના ભાવ

ગુજરાતની 14 માર્કેટ યાર્ડમાં કુલ 196.41 ટન લીંબુની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન લીંબુની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 14 માર્કેટ યાર્ડમાં કુલ 196.41 ટન લીંબુની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ(મણમાં) રાજકોટ માર્કેટ યાર્ડમા 2700 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં લીંબુનો નીચો ભાવ 1300 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય દાહોદમાં 2600 રૂ., દામનગરમાં 2500 રૂ., ગોંડલમાં 2400 રૂ., વઢવાણમાં 2300 રૂ., સુરતમાં 2200 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો. કિલો લેખે જોઇએ તો રાજ્યના વિવિધ યાર્ડમાં 1 કિલો લીંબુનો ભાવ 80 રૂ.થી 135 રૂ. સુધી બોલાયો છે.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 196.41 ટન લીંબુની આવક થઇ છે.

જિલ્લોઆવક(ટનમાં)સુરત82અમદાવાદ57.4રાજકોટ34ખેડા7.8આણંદ6.34પોરબંદર2.8મોરબી1.5સુરેન્દ્રનગર1.1વડોદરા1.1દાહોદ0.9નવસારી0.86મહેસાણા0.6અમરેલી0.01કુલ આવક196.41

કયા માર્કેટ યાર્ડમાં લીંબુનો શું ભાવ રહ્યો?

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવરાજકોટ13002700દાહોદ20002600દામનગર19702500ગોંડલ8002400મહેસાણા18002400પોરબંદર20002400વઢવાણ21002300મોરબી17002200પાદરા20002200સુરત6002200અમદાાવદ11002000નવસારી15002000આણંદ15001600નડિયાદ14001600

(12:59 AM IST)