News of Wednesday, 26th March 2025
રાજ્યમાં ફરી ગરમીનો કહેર વધ્યો : અમદાવાદ સૌથી વધુ ગરમ શહેર: ઉત્તર ગુજરાતમાં હિટવેવની આગાહી
ગુજરાતમાં ગરમીએ ફરી 41 ડિગ્રીની મહત્તમ સપાટી વટાવી :ગાંધીનગરમાં 40.9 ડિગ્રી.વડોદરામાં 40.6 ડિગ્રી નોંધાયું

અમદાવાદ :ગુજરાતમાં માર્ચ મહિનો હવે પૂરો થવાના આરે છે, ત્યારે ગરમીએ પોતાનો મિજાજ દેખાડવાનું શરૂ કર્યું છે,છેલ્લા ત્રણ ચાર દિવસથી ગુજરાતમાં ગરમી વધી રહી છે. ત્યારે ગુજરાતમાં ગરમીએ ફરી 41 ડિગ્રીની મહત્તમ સપાટી વટાવી દીધી છે. મંગળવારે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં હિટવેવની આગાહી કરી છે.
ગુજરાતમાં તાપમાન વધી રહ્યું છે ત્યારે અમદાવાદમાં પણ ગરમીનો પારો ઉચકાયો હતો. 41.5 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે અમદાવાદ શહેર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે ગાંધીનગરમાં પણ મહત્તમ તાપમાન 40.9 ડિગ્રી રહેતા 41 ડિગ્રી નજીક પહોંચ્યું હતું. વડોદરામાં પણ 40.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગ આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમા સરેરાશ તાપમાન 38 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. ગુજરાતમાં મંગળવારે 28.9 ડિગ્રીથી લઈને 41.5 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 41.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે દ્વારકામાં 28.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગે આગામી 24 કલાક સુધી ઉત્તર ગુજરાતમાં હિટવેવની આગાહી કરી છે. આ વિસ્તારોમાં હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે. ગુજરાતમાં અત્યારે બપોરના સમયે ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે. વાતાવરણમાં કાળઝાર ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
