<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

ગુજરાત કોંગ્રેસના જિલ્લા અને મનપા પ્રમુખોને રાહુલ ગાંધીનું તેડું: 33 જિલ્લા અને 10 શહેર પ્રમુખો 3 એપ્રિલે દિલ્લી જશે

પાયાના સ્તરે પાર્ટીનું સંગઠન તૈયાર કરવા પ્રમુખો સાથે બેઠક થશે: કોંગ્રેસના સંગઠનાત્મક બદલાવની શરૂઆત ગુજરાતથી કરાશે.

અમદાવાદ : ગુજરાત કોંગ્રેસના જિલ્લા અને મનપા પ્રમુખોને દિલ્લીનું તેડું આવ્યુ છે. 33 જિલ્લા અને 10 શહેર પ્રમુખો 3 એપ્રિલે દિલ્લી જશે.

 કોંગ્રેસ હાઇકમાન્ડ પાયાના સ્તરે પાર્ટીનું સંગઠન તૈયાર કરવા પ્રમુખો સાથે બેઠક થશે. 

 દેશભરના 700 જિલ્લા પ્રમુખોને રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાહુલ ગાંધી મળશે. ત્રણ બેચમાં અલગ અલગ રાજ્યના પ્રમુખોને દિલ્લી બોલાવાયા છે દરમિયાન એવું જાણવા મળે છે કે કોંગ્રેસના સંગઠનાત્મક બદલાવની શરૂઆત ગુજરાતથી કરાશે.

(12:08 PM IST)