તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 26th March 2025
ઈડરમાં સત્યમ ચોકડી પાસે લૂંટ : 15 લાખ લઈને બેન્કમાં ભરવા જતા યુવકને બે લૂંટ્યો: લૂંટ ચલાવી બાઇકસવારો ફરાર : જુઓ વિડિઓ
બેન્ક નજીક જ યુવક પાસેથી રુપિયા તફડાવી 2 શખ્શો ફરાર થયા; CCTVના આધારે ઈડર પોલીસે તપાસ હાથ ધરી

સાબરકાંઠાના ઈડરમાં સત્યમ ચોકડી પાસે લૂંટની ઘટના બની હતી. 2 લૂંટારુ બાઈક સવારોના CCTV સામે આવ્યા છે. 15 લાખ લઈને બેન્કમાં ભરવા જતા યુવકને લૂંટ્યો હતો. બેન્ક નજીક જ યુવક પાસેથી રુપિયા તફડાવી 2 શખ્શો ફરાર થયા છે. CCTVના આધારે ઈડર પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર યુવાન તેની કંપનીના બેન્ક એકાઉન્ટમાંથી રુપિયા 20 લાખ ઉપાડી અન્ય બેન્કમાં જમા કરાવવા નીકળ્યો હતો. એક બેન્કમાં તેણે પાંચ લાખ રુપિયા જમા કરાવી દીધા હતા. ત્યારબાદ 15 લાખ અન્ય બેન્કમાં જમા કરાવવા જવા તે રીક્ષામાં બેઠા હતા. પરંતુ તે સમયે ત્યાં બાઈક પર આવેલા 2 શખ્શોએ યુવાનને લૂંટી લીધા હતા.
ઉલ્લેખનીય છે કે ઈડરમાં સત્યમ ચોકડી પાસે લૂંટની ઘટનામાં પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. 2 લૂંટારુ બાઈક સવારોના CCTV સામે આવ્યા છે. 15 લાખ લઈને બેન્કમાં ભરવા જતા યુવકને લૂંટ્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(2:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
