News of Wednesday, 26th March 2025
GST એમ્નેસ્ટી સ્કીમ માટે ૩૧ માર્ચ પહેલા ટેકસ ભરવો પડશે, ૩૧ જૂન પહેલા અરજી કરવી

અમદાવાદ,તા.૨૬: સ્ટેટ જીએસટી દ્વારા કરદાતાઓ માટે વ્યાજ ને દંડમાંથી મુકતી માટે એમ્નેસ્ટી સ્કીમ લોંચ કરવામાં આવી હતી. હવે જો કરદાતાઓએ આ સ્કીમનો લાભ લેવો હોય તેમણે ૩૧ માર્ચ ૨૦૨૫ પહેલા પોતાનો બાકી રહેતો ટેકસ ભરી દેવાનો રહેશે જ્યારે ટેકસ ભર્યા બાદ ૩૧ જુન ૨૦૨૫ પહેલા કરદાતાએ એમ્નેસ્ટી સ્કીમ માટે અરજી કરવાની રહેશે.
ડિપાર્ટમેન્ટ દ્વારા કરદાતાઓ માટે આ સ્કીમ લોંચ કરી છે. માટે જે કરદાતાઓને ડિપાર્ટમેન્ટમાં વેરો ચુકવવાનો બાકી હોય તે કરદાતા આ સ્કીમનો લાભ લઇ શકે છે. જે કરદાતાઓના લેણાં બાકી હોય તેવા કરદાતાઓ અપીલ ફાઈલ નથી કરતા કે આ સ્કીમ હેઠળ ભાગ નથી લેતા અને વેરો ટાળવાનો પ્રયત્ન કરે છે, તેવા કરદાતાઓ સામે સરકારી લેણાંની વસુલાત માટે બેંક ટાંચ અને મિલકત ટાંચ જેવા આકરા પગલા લેવામાં આવશે. આ એમનેસ્ટી સ્કીમ અંતર્ગત જે કરદાતાઓએ અપીલ ફાઈલ કરી હોય તેમને અપીલ પાછી ખેચવાની શરતે લાભ મેળવી શકશે.
(2:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
