<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

વિધાનસભા સત્રનું શુક્રવારે સમાપનઃ મુલાકાતીઓનો પ્રવાહ વધ્‍યોઃ છેલ્લા દિ'એ કેગનો અહેવાલ રજુ થવાની શકયતા

 

(અશ્‍વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ર૬: ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આગામી તા. ર૮ માર્ચના રોજ પૂર્ણ થઇ રહ્યું છે. આવતીકાલે ૬ જેટલા સરકારી વિધેયકો ઉપરાંત તા. ર૮ માર્ચના રોજ ભારતના ક્રોમ્‍પ્‍લરનો અહેવાલ (કેગનો અહેવાલ) રજુ થાય તેવા નિર્દેશો મળી રહ્યા છે.

ઉપરાંત આગામી બે દિવસમાં ૩૦૦થી વધુ કલાકારો વિધાનસભાની કામગીરી નિહાળશે. આ કલાકારો મંત્રીશ્રીઓ, વિધાનસભાના અધ્‍યક્ષ તેમજ મુખ્‍યમંત્રીને મળે તેવી પુરી શકયતાઓ અંગે ચર્ચાઓ થઇ છે. બજેટ સત્ર તા. ૧૮ ફેબ્રુઆરીએ શરૂ થયું હતું.

ગઇકાલથી વિધાનસભાની કામગીરી જોવા રાજયના જિલ્લાઓમાંથી પ્રજાકીય લોકો અને સ્‍કુલના વિદ્યાર્થીઓ મોટી સંખ્‍યામાં આવી રહ્યા છે.

(3:31 PM IST)