News of Wednesday, 26th March 2025
‘‘૫ લિટર મોકલાવું મારા વ્હાલા'' થી પ્રખ્યાત સહજ ઓઈલના સ્થાપક
મનીષભાઈ વાડદોરીયાએ નોબલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને લેક્ચર આપ્યું

ગુજરાતના ખાદ્યતેલ ઉદ્યોગમાં ક્રાંતિ લાવનાર સહજ ઓઈલ એન્ડ ફૂડ પ્રા. લી. ના સ્થાપક શ્રી મનીષભાઈ વાડદોરીયા સાથે નોબલ યુનિવર્સિટી ખાતે ભવ્ય ટોક શો નું આયોજન કરવામાં આવ્યું હતું. ‘‘૫ લિટર મોકલાવું મારા વ્હાલા'' ટેગલાઇનથી જાણીતી સહજ ઓઈલ એન્ડ ફૂડ પ્રા. લી. એ ભેળસેળમુક્ત અને શુદ્ધ ખાદ્ય તેલનાપ્રસાર માટે અનોખી ઓળખ બનાવી છે અને લોકોને સાચી જીવનશૈલી તરફ વળવાનું પ્રયત્ન કરી રહ્યું છે. આ ટોક શોમાં, નોબલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ઉદ્યોગસાહસિકતા અને જીવનસફળતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મનીષભાઈ વડોદરિયાએ જણાવ્યું કે નાના પ્રારંભથી ડરશો નહીં: સફળતાની શરૂઆત હંમેશા નાની હોય છે. મહત્વની વાત સંઘર્ષ, દૃઢસંકલ્પ અને ધીરજ રાખવાની છે. વ્યવસાયનું લક્ષ્ય માત્ર નફો કમાવવું નહીં, પણ સમાજ માટે યોગ્ય ઉકેલ લાવવો જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું કે ‘‘રોજ નાના સુધારા કરવાથી મોટું પરિણામ મળે.''દરરોજ નવો અનુભવ મેળવો અને પોતાને અપગ્રેડ કરો. ગ્રાહકો સાથે સીધો સંપર્ક રાખો, તેમની જરૂરિયાતોને સમજો, અને ફીડબેક મુજબ ગુણવત્તામાં સુધારો લાવો. આજના યુગમાં સોશિયલ મીડિયા મફત માર્કેટિંગ અને બ્રાન્ડ બિલ્ડિંગ માટે શ્રેષ્ઠ સાધન છે. હંમેશા સાચું વેચો ખોટી પ્રક્ટિસ, ભેળસેળ અને ગેરમાર્ગે દોરી શકે તેવા વ્યૂહોથી દૂર રહો અને તમારા ઉત્પાદનની ગેરંટી આપો. તેમણે ધૈર્ય રાખવા અને કાયમ શીખતા રહેવા પર ભાર મૂકયો, કારણ કે સફળતા તાત્કાલિક નહીં મળેસન્નતાથી મુશ્કેલીઓનો સામનો કરો. અંતે, સમાજ માટે યોગદાન આપો ‘‘વ્યવસાય માત્ર નફા માટે નહીં, પણ લોકહિત માટે પણ હોવો જોઈએ.'' ગરીબો માટે સહાય, ગૌ સેવા અને સ્વસ્થ જીવનશૈલી માટે યોગદાન આપવું જરૂરી છે. આ ટોક શો નોબલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે પ્રેરણાષાોત અને માર્ગદર્શન પૂરું પાડશે, જેથી તેઓ તેમના સપનાઓને સાકાર કરી એક સફળ ઉદ્યોગસાહસિક બની શકે. આ તકે, નોબલ યુનિવર્સિટીના પ્રમુખ નીલેશ ધૂલેશિયા, ઉપપ્રમુખ ગિરીશ કોટેચા, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વી. પી. ત્રિવેદી, કો-મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કે. ડી. પંડયા, અને ફુલપતિ ડો. એચ. એન. ખેર દ્વારા આયોજન માટે સમગ્ર ટીમને શુભેચ્છા પાઠવવામાં આવી હતી, જે સંસ્થાના રજીસ્ટ્રાર અને ડીન ડો. જય તલાટી દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે.
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
