<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

જસ્‍ટિસ એમ.આર. શાહનું માનવતા માટે મોટું યોગદાન : પિતાની સ્‍મૃતિમાં ૧૧ લાખનું અનુદાન

‘ન્‍યાયમૂર્તિ શાહની ઉદારતા' ‘બાળકોના હૃદય માટે નવી આશા' : પિતાની યાદમાં ૧૧ લાખનું દાન ;શ્રી સત્‍ય સાંઈ હોસ્‍પિટલને મળશે બળ : મફત હૃદય શષાક્રિયાઓને પ્રોત્‍સાહન ;ન્‍યાયમૂર્તિ શાહનો પ્રેરણાદાયી સંદેશ

અમદાવાદ : ભારતના સર્વોચ્‍ચ ન્‍યાયાલયના નિવળત્ત ન્‍યાયમૂર્તિ જસ્‍ટિસ શ્રી એમ.આર. શાહે તેમના સ્‍વર્ગસ્‍થ પિતા શ્રી રસિકભાઈ શાહની યાદમાં શ્રી સત્‍ય સાંઈ હાર્ટ હોસ્‍પિટલને ૧૧ લાખ રૂપિયાનું અનુદાન આપ્‍યું છે. આ ઉદાર યોગદાનથી હોસ્‍પિટલ ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો માટે મફત હૃદયની શષાક્રિયાઓ ચાલુ રાખી શકશે અને તેમને નવું જીવન બક્ષી શકશે.

 માનવસેવાનો પ્રેરણાદાયી પ્રયાસ : જસ્‍ટિસ શ્રી  શાહે હંમેશાં માનવતાવાદી કાર્યોને -ોત્‍સાહન આપ્‍યું છે અને હોસ્‍પિટલના સ્‍ટાફને આ ઉમદા કાર્ય માટે પ્રેરણા આપી છે. તેમની આ ભાવના અને દાનશીલતાએ સમાજમાં એક ઉજ્જવળ ઉદાહરણ પૂરું પાડ્‍યું છે. શ્રી સત્‍ય સાંઈ હાર્ટ હોસ્‍પિટલ, જે બાળકોને તથા મોટાઓને તદ્દન વિના મૂલ્‍ય હૃદય અંગેની સર્જરી સહિતની સારવાર પૂરી પાડવા માટે જાણીતી છે, આ રકમનો ઉપયોગ હૃદયની બીમારીઓથી પીડાતા બાળકોના ઉપચાર માટે કરાશે.

 જસ્‍ટિસ શ્રી એમ.આર. શાહે સુપ્રીમ કોર્ટમાં  ન્‍યાયમૂર્તિ તરીકેની કારકિર્દી દરમિયાન ન્‍યાય અને સમાજસેવાના ક્ષેત્રે મહત્‍વનું યોગદાન આપ્‍યું હતું. નિવળત્તિ બાદ પણ તેઓ સામાજિક કાર્યોમાં સક્રિય રહ્યા છે. આ દાન તેમના પિતા પ્રત્‍યેની શ્રદ્ધાંજલિ ઉપરાંત સમાજના નબળા વર્ગને મદદ કરવાની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. હોસ્‍પિટલના સંચાલકોએ જણાવ્‍યું કે આ રકમથી ઘણાં બાળકોના જીવનમાં નવો પ્રકાશ આવશે. (૩૭.૩)

(3:49 PM IST)