<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

ગુજરાત મીડિયા ક્‍લબના ૨૦૨૫- ૨૭ના હોદેદારોની નિયુક્‍તિ : નિર્ણય કપૂર બન્‍યા અધ્‍યક્ષ

અમદાવાદ, તા.૨૬: અમદાવાદમાં કાર્યરત ગુજરાત મીડિયા કલબના ૨૦૨૫-૨૭ના વર્ષ માટેના નવા હોદ્દેદારોની નિયુક્‍તિ કરવામાં આવી છે. આ નિમણુંકની પ્રક્રિયાના રીટર્નીંગ ઓફિસર હિમાંશુ ઉપાધ્‍યાયે જાહેરાત કરી છે કે, ગુજરાત મીડિયા કલબમાં નિર્ણય કપૂર અધ્‍યક્ષ પદ માટે એકમાત્ર ઉમેદવાર હતા અને તેઓ નિર્વિઘ્‍ન ચૂંટાઈ આવ્‍યા છે. 

ગુજરાત મીડિયા કલબના  આગામી બે વર્ષ માટે જે પદાધિકારીઓની નિમણુક કરવામાં આવી છે તેમાં

અધ્‍યક્ષ : નિર્ણય કપૂર, સીનિયર ઉપાધ્‍યક્ષ દિક્ષિત સોની, ઉપાધ્‍યક્ષ આશિષ અમીન, રાજીવ પાઠક, મહાસચિવ સંજય પાંડે, સચિવ શત્રુઘ્‍ન શર્મા, સંયુક્‍ત સચિવ મનીષ દેસાઈ, ભાર્ગવ પારેખ અને ખજાનચી અજીત સોલંકીનો સમાવેશ થાય છે.

અત્‍યાર સુધી ગુજરાતભરમાં વિવિધ મીડિયા સંસ્‍થાઓ અને પ્રોફેશનલ્‍સનું વિશાળ પ્રતિનિધિત્‍વ સુનિશ્‍ચિત કરવા માટે છ સભ્‍યોને ગુજરાત મીડિયા કલબની એક્‍ઝિકયુટિવ કમિટીમાં સામેલ કરવામાં આવ્‍યા છે. આ સભ્‍યોમાં ધવલ ભરવાડ, યોગેશ ચાવડા,  મદન મેનોન, હિમાંશુ ઉપાધ્‍યાય, રુતમ વોરા  અને અલ્‍કેશ પટેલનો સમાવેશ થાય છે.

નવા નેતળત્‍વ સાથે, ગુજરાત મીડિયા ક્‍લબ રાજ્‍યના પત્રકારો, સંપાદકો અને મીડિયા પ્રોફેશનલ્‍સના કલ્‍યાણ અને વ્‍યાવસાયિક વિકાસ માટે વિવિધ નવી પહેલ શરૂ કરવા માટે પ્રતિબદ્ધ છે. પૂર્વ સમિતિએ પોતાનું સમર્પિત પ્રયત્‍ન કરીને એક ફંડ એકત્ર કર્યું, જે GMC સભ્‍યોની સુખાકારી અને આરોગ્‍ય સુધારવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. વધુમાં, છેલ્લા ત્રણ વર્ષમાં ક્‍લબે GMC સભ્‍યો અને ગેર-સદસ્‍યોના પરિવારજનોને શોક સમયે આર્થિક સહાય પૂરી પાડી છે. નવી કાર્યકારી ટીમ મીડિયા સમુદાય માટે એક સક્રિય અને સહયોગી વાતાવરણ ઉભું કરવા માટે પ્રતિબદ્ધ છે. 

ગુજરાત મીડિયા ક્‍લબ ચૂંટણી પ્રક્રિયાનું સફળ સંચાલન સુનિશ્‍ચિત કરવા બદલ શ્રી હિમાંશુ ઉપાધ્‍યાયનો હૃદયપૂર્વક આભાર માને છે. GMC નવા નેતળત્‍વ હેઠળ એક પ્રભાવશાળી અને સક્રિય કાર્યકાળ માટે આતુર છે.

(4:25 PM IST)