News of Wednesday, 26th March 2025
ફોર્મ ભરી દીધા હોય તેવા તમામ વકીલોને નોટરી તરીકે નિમણુંક આપવા ભાજપ લીગલ સેલની મુખ્યમંત્રીને રજુઆત
લીગલ સેલના સંયોજક પિયુષભાઇ શાહે મુખ્યમંત્રીશ્રીને પત્ર પાઠવ્યો

રાજકોટ તા. ર૬: ગુજરાત રાજયના કાયદા વિભાગના નોટરી સેલ દવારા સમગ્ર ગુજરાતમાં ફેબ્રુઆરી ૨૦૨૧ માં અલગ અલગ જીલ્લાઓ તથા તાલુકાઓ મુજબ આશરે ૧૫૦૦ જેટલા નોટરીઓની નીમણુક અંગે ની જાહેરાત પ્રસીધ્ધ કરવામાં આવેલ હતી અને તેમાં સમગ્ર ગુજરાત માંથી હજારો વકિલોઓએ ફોર્મ ભરેલ હતા અને તબ્બકાવાર તેઓના ગાંધીનગર, સચીવાલય ખાતે ઈન્ટરવ્યુની પ્રક્રિયા પણ ૨૦૨૨ માં પૂર્ણ થઈ ગયેલ છે તેઓની આજદીન સુધી નીમણુકો આપવામાં આવેલ નથી આ સમગ્ર વકિલોની નીમણુકો તાત્કાલીક આપવા ભાજપ લીગલ સેલના સંયોજક પિયુષભાઇ શાહે મુખ્યમંત્રીને પત્ર પાઠવીને રજુઆત કરી છે.
સમગ્ર ગુજરાતમાં હજારો વકિલો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને જુનીયર વકિલશ્રીઓ કે જેઓ આ ફોર્મ ભરેલ છે અને તેઓને એક આશા છે કે, જો તેઓની નોટરી તરીકેની નીમણુક કરવામાં આવશે તો તેઓની કારર્કિદી આગળ ચાલશે અને તેમનુ તથા તેમના પરીવારજનોનું ગુજરાન ચલાવી શકશે. આ તમામ જુનીયર વિકલશ્રીઓએ એક આશા અને ઉજજળ ભવિષ્ય માટે થઈ ને ફોર્મ ભરીને ઈન્ટરવ્યુ આપેલ હતા પરંતુ કોઈપણ કારણોસર સદરહુ નોટરી ની નીમણુકની કાર્યવાહી અટકી ગયેલ હતી.
થોડાક સમય પહેલા કેન્દ્ર સરકાર દવારા જે એડવોકેટશ્રીઓએ ફોર્મ ભરી અને ઈન્ટરવ્યુ આપેલ હતા તે તમામ એડવોકેટશ્રીઓને નોટરી મેજી. તરીકેની નીમણુકો આપી દીધેલ છે જેથી હાલમાં જે જુનીયર વકિલશ્રીઓ કે જે લોકોએ કેન્દ્ર સરકારમાં નોટરી તરીકે ના ફોર્મ ભરવામાં ચુકી ગયેલ હતા કે કોઈ કારણોસર ફોર્મ ભરી શકેલ ન હત અને રાજય સરકારમાં ફોર્મ ભરેલ અને ઈન્ટરવ્યુહ આપેલ છે તે તમામ એડવોકેટો ને નોટરી તરીકે નીમણુક આ પત્રમાં રજુઆત કરાઇ છે. કેન્દ્ર સરકાર માં અને રાજય સરકાર માં બંને જગ્યાએ એડવોકટશ્રીઓએ ફોર્મ ભરેલ હતા અને ઈન્ટરવ્યુહ આપેલ હતા તેમાંથી કેન્દ્ર સરકાર દવારા જે એડવોકટશ્રીઓની નીમણુકો કરેલ છે તે એડવોકેટશ્રીઓએ રાજય સરકારમાંથી એન.ઓ.સી મેળવવાની કાર્યવાહી પણ કરેલ છે જેથી બાકી રહેતા જુનીયર વકિલશ્રીઓ કે જેમણે રાજય સરકારમાં જ નોટરી તરીકે ના ફોર્મ ભરેલ છે અને ઈન્ટરવ્યુહ આપેલ છે તે તમામ વકિલશ્રીઓ ની તાત્કાલીક નીમણુકો વીનંતી છે.
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
