News of Wednesday, 26th March 2025
ગુજરાતી ચલચિત્ર પારિતોષિક : વર્ષ-૨૦૨૪ માટે નિર્માતાઓ પાસેથી નામાંકન મેળવવા અરજીઓ મંગાવાઈ
નિયત નમૂનાનું અરજીપત્રક અને જરૂરી વિગતો માહિતી ખાતાની વેબસાઇટ https://gujaratinformation.gujarat.gov.in/forms પરથી ડાઉનલોડ કરી શકાશે

અમદાવાદ તા.૨૬ : ગુજરાતી ચલચિત્ર પારિતોષિક : વર્ષ-૨૦૨૪ માટે ૧લી જાન્યુઆરી, ૨૦૨૪ થી તા.૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ના સમયગાળા દરમિયાન ગુજરાત રાજયમાં લાયસન્સ ધરાવતા સિનેમાગૃહોમાં પ્રથમ વખત ચલચિત્ર રિલિઝ થયા હોય તેવા; ગુજરાતી ભાષામાં નિર્માણ પામેલા ગુજરાતી ચલચિત્રો, બાળ ચલચિત્રો, દસ્તાવેજી ચિત્રો અને ટી.વી દસ્તાવેજી ચિત્રોના નિર્માતાઓ પાસેથી નિયત પત્રકમાં અરજીઓ મંગાવવામાં આવે છે.
ગુજરાત સરકારના વર્ષ-૨૦૨૪ના શ્રેષ્ઠ ચલચિત્રો અને કલાકાર કસબીઓ માટેના પારિતોષિક અંગેનું નિયત નમૂનાનું અરજીપત્રક અને જરૂરી વિગતો માહિતી ખાતાની વેબસાઇટ www.gujaratinformati on.gujarat.gov.inપરથી પણ ડાઉનલોડ કરી શકાશે.
સંપૂર્ણ વિગતો સાથેના અરજીપત્રકો માહિતી નિયામકની કચેરીને તા. ૦૧-૦૪-૨૦૨૫ થી તા.૩૦-૦૪-૨૦૨૫ સુધીમાં કચેરી સમય દરમિયાન રૂબરૂ મોકલી આપવાના રહેશે. ત્યાર પછી મળેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહી.
ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વર્ષ-2024 માટે નિર્માતાઓ પાસેથી નામાંકન મેળવવા પારિતોષિક અંગેનું નિયત નમૂનાનું અરજીપત્રક અને જરૂરી વિગતો માહિતી ખાતાની વેબસાઇટ https://gujaratinformation.gujarat.gov.in/forms પરથી ડાઉનલોડ કરી શકાશે.
(4:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
