તા. ૧૦ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૧ શુક્રવાર
News of Wednesday, 26th March 2025
દ્વારકાપતિએ અમને પ્રાર્થના કરેલી કે આપ મોટું ધામ બનાવો, અમારે ત્યાં નિવાસ કરવો છે : સુરત શહેરના વેડરોડ વિસ્તારના સ્વામિનારાયણ ગુરુકુળના નીલકંઠ ચરણ સ્વામીનુ દ્વારકાધીશ વિશે વિવાદાસ્પદ નિવેદન
59 સેકન્ડનો વીડિયો વાયરલ : વાઇરલ વીડિયોમાં સ્વામી નિવેદન આપી રહ્યાં છે કે, આ વાતને વર્ષો પસાર થઈ ગયા બાદ મહારાજે વિચાર્યું કે આ વાતને સત્ય કરવાનો સમય આવી ગયો છે

સૂરત તા.૨૬ : સુરત શહેરના વેડરોડ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના નીલકંઠ ચરણ સ્વામીએ દ્વારકાધીશ વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. 59 સેકન્ડનો જે વીડિયો વાયરલ થયો છે. તેમાં સ્વામી જણાવે છેકે, મહારાજે કહ્યું હતું કે, દ્વારકાપતિએ અમને પ્રાર્થના કરેલી કે આપ મોટું ધામ બનાવો, અમારે ત્યાં નિવાસ કરવો છે. આ 59 સેકન્ડનો વિડિયો વાયરલ થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના એક ધાર્મિક ગ્રંથમાં દ્વારકા વિશે વિવાદાસ્પદ લખાણનો વિરોધ ચાલી રહ્યો છે. આ લખાણમાં કહેવામાં આવ્યું છે કે, દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે? ભગવાનનાં દર્શન કરવા હોય તો વડતાલ જાઓ. આ લખાણથી ભક્તોમાં ભારે નારાજગી ફેલાઈ છે.
નીલકંઠ ચરણ સ્વામીના નિવેદનથી વિવાદ વધુ વકર્યો છે. સોશિયલ મીડિયામાં વીડિયો ફરતો થયા બાદ આ નિવેદનની ટીકા કરવામાં આવી રહી છે. સુરત શહેરના વેડરોડ વિસ્તાર ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના નીલકંઠ ચરણ સ્વામી દ્વારકાધીશ વિશે આપેલા નિવેદનને લઈને હાલ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાઈ રહ્યા છે. 59 સેકન્ડના આ વીડિયોમાં સ્વામિનારાયણ ગુરુકુળના નીલકંઠ ચરણ સ્વામી દ્વારકાધીશ વિશે વિવાદિત નિવેદન આપતા જોવા મળી રહ્યાં છે.
વાઇરલ વીડિયોમાં સ્વામી નિવેદન આપી રહ્યાં છે કે, મહારાજ કહે છે કે અમે જ્યારે દ્વારકા ગયેલા અને દ્વારકાપતિએ અમને પ્રાર્થના કરેલી કે જો આપ કોઈ મોટું ધામ બનાવો, મોટું વિશાળ મંદિર બનાવો, તો મારી ઈચ્છા છે કે ત્યાં આવીને અમારે નિવાસ કરવો છે.’ આ વાતને વર્ષો પસાર થઈ ગયા બાદ મહારાજે વિચાર્યું કે આ વાતને સત્ય કરવાનો સમય આવી ગયો છે. મસ્તક ઉપર કોઈના કોમળ હાથનો સ્પર્શ થયો, આંખ ખોલીને જોઉં તો સ્વયંમ દ્વારકાધીશ સચ્ચિદાનંદ સ્વામીના સમક્ષ પ્રગટ થઈ ગયા. એક સ્વરૂપે હું તમારી સાથે આવીશ. એવી રીતે દ્વારકાધીશ વડતાલ આવવા માટે સ્વામીની સાથે નીકળ્યા છે.
(7:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
