News of Wednesday, 26th March 2025
હર્ષ સંઘવીને તાત્કાલિક રાજીનામું આપવું જોઇએ : ગુજરાતમાં ડ્રગ્સના મુદ્દાને લઈને સુરત શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા સુરત કલેકટરને આવેદનપત્ર : સૂત્રોચ્ચાર
મુન્દ્રા પોર્ટમાંથી અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું એ ડ્રગ્સ ક્યાં ગયું ? ફરીથી ડ્રગ્સ બનાવવા લાગી ધમધમી રહી છે ત્યારે આ છૂટ એમને કોણે આપી, ડ્રગ્સના માફિયાઓને બચાવવાનું કામ કોણ કરી રહ્યું છે?

સુરત તા.૨૬ : ગુજરાતમાં ડ્રગ્સના મુદ્દાને લઈને સુરત શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા સુરત કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ડ્રગ્સ માફિયાઓને છાવરવા બદલ ગૃહમંત્રી રાજીનામું આપે, પકડાયેલું ડ્રગ્સ જાય છે ક્યાં? ગૃહમંત્રી જવાબ આપે જેવા બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો.
સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા
આપ ના પ્રદેશ મંત્રી ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી ડ્રગ્સનો કારોબાર કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યો છે. યુવાધન આ ડ્રગ્સના કારોબારના કારણે આ ડ્રગ્સના નાશના કારણે બરબાદ થઈ રહ્યું છે. ગુજરાતના યુવાધનને બરબાદ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. ત્યારે આપ પાર્ટી ગૃહમંત્રીને સવાલ કરે છે કે મોટા મગરમછો જે ડ્રગ્સનો કારોબાર કરે છે તેને શા માટે બચાવવામાં આવી રહ્યા છે.
વધુમાં જણાવ્યું હતું કે, મુન્દ્રા પોર્ટમાંથી અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું એ ડ્રગ્સ ક્યાં ગયું, ભરૂચ જીઆઇડીસીમાંથી ડ્રગ્સના ધંધા કરતા, ડ્રગ્સ બનાવતા લોકો પકડાયા એ ફેક્ટરીઓ ફરીથી ડ્રગ્સ બનાવવા લાગી ધમધમી રહી છે ત્યારે આ છૂટ એમને કોણે આપી, ડ્રગ્સના માફિયાઓને બચાવવાનું કામ કોણ કરી રહ્યું છે? ત્યારે આમ આદમી પાર્ટી જનતા વતી એ માંગ કરે છે કે હર્ષ સંઘવીને તાત્કાલિક રાજીનામું આપવું જોઇએ.
(4:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
