News of Wednesday, 26th March 2025
ચકચારી BZ કૌભાંડના ભૂપેન્દ્ર ઝાલાના વકીલ વિરલ પંચાલએ સીઆઇડી ક્રાઇમ સામે ગંભીર આક્ષેપો કર્યા
તેમણે કહ્યું કે, 6 હજાર કરોડના નામેં ફરિયાદ લીધી પરંતુ ચાર્જશીટમાં 172 કરોડ દર્શવ્યા.

અમદાવાદ : રાજયના સૌથી ચર્ચિત BZ કૌભાંડ મામલે ભૂપેન્દ્ર ઝાલાને લઈને તેના વકીલ વિરલ પંચાલે CID ક્રાઇમની સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે ચાર્જશીટ સહિત અનેક મુદ્દાઓ પર CID ક્રાઇમ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે, 6 હજાર કરોડના નામેં ફરિયાદ લીધી પરંતુ ચાર્જશીટમાં 172 કરોડ દર્શવ્યા છે .
ભૂપેન્દ્ર ઝાલાના વકીલે CID ક્રાઇમની સામે આક્ષેપ લગાવતા કહ્યું કે, 6 હજાર કરોડનું કૌભાંડ હતું એ 172 કરોડ પર આંકડો અટક્યો છે. 6 હજાર કરોડના નામેં ફરિયાદ લીધી પરંતુ ચાર્જશીટમાં 172 કરોડ દર્શવ્યા છે. ઘણા લોકોના પૈસાની ચુકવણી થઈ છે તેમ છતાં બાકી હોવાનું ચાર્જશીટમાં ખોટો ઉલ્લેખ કરાયો છે. ચાર્જશીટમાં 700 ના નિવેદન લેવાયા જેમાં ક્યાંય છેતરપિંડી થઈ હોવાનું કોઈ નિવેદન નથી. એકાઉન્ટ ફ્રીઝ ન થયા ત્યાં સુધી લોકોને પૈસા મળ્યાં છે. એકાઉન્ટ ફ્રીઝ ન થયા ત્યાં સુધી લોકોને પૈસા મળ્યાં છે. બેન્ક ખાતાની વિગતમાંથી એક પણ વિગત કે નિવેદન એવું નહિ કે કોઈ છેતરપિંડી થઇ હોય.
CID ક્રાઈમ પોલીસ મથક ગાંધીનગર ખાતે નોંધાયેલી ફરિયાદને આધારે ભૂપેન્દ્ર ઝાલા પહેલા પકડાયેલા 07 આરોપી સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કુલ 22 હજાર પેજની ચાર્જશીટ દાખલ થઈ હતી. ત્યારબાદ સીઆઈડી ક્રાઇમે ગઈકાલે ભુપેન્દ્ર ઝાલા સામે 250 પેજની પુરવણી ચાર્જશીટ પણ ફાઇલ કરી હતી.
(6:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
