<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

કલોલના સાંતેજમાં મામાના ઘર પાસે રમતી અઢી વર્ષની બાળકીને કાર ચાલકે કચડી નાખી

આરોપી કાર લઈને ફરાર થઈ ગયો: પોલીસે આરોપીને પકડવા માટે તપાસ શરૂ કરી

કલોલ તાલુકાના સાંતેજ ગામમાં અઢી વર્ષની માસૂમ બાળકીને કાર નીચે કચડી નાખવામાં આવી છે.

આ બાળકીની ઓળખ દેવાંશી ઉર્ફે બબુ તરીકે થઈ છે. તે રકનપુર ગામના રાજુ ઠાકોરની દીકરી હતી. તેની માતા પ્રિયંકાબેન બીજા બાળકની ડિલિવરી માટે પોતાના પિયર સાંતેજ આવ્યા હતા. બાળકી તેના મામાના ઘર આગળ રમી રહી હતી.

આરોપી ચેહરાજી ઠાકોર, જે સાંતેજ ગામના અંબાજી પરામાં રહે છે, તેણે પોતાની કાળા રંગની કાર નંબર GJ-18-BR-5016 પૂરઝડપે હંકારી હતી. તેણે રસ્તા પર રમતી બાળકી પર કાર ચઢાવી દીધી હતી. ઘટના બાદ આરોપી કાર લઈને ફરાર થઈ ગયો હતો.

સાંતેજ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આરોપીને પકડવા માટે તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.

 

 

(7:37 PM IST)