<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

પોલીસની લાલઆંખ છતાં લુખ્ખાગીરી યથાવત : અમદાવાદમાં બેખોફ ચાર શખ્સો ડંડા લઈ યુવક પર તૂટી પડ્યા: જુઓ વીડિયો

આંબાવાડી સર્કલ નજીક જાહેરમાં એક યુવકને અસામાજિક તત્વો દ્વારા ઢોર મારવામાં આવ્યો

અમદાવાદમાં અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છતાં અસામાજિક તત્વોમાં કાયદાનો ખોફ હજુ જોઇએ તેટલો જોવા મળતો નથી.

    અમદાવાદ શહેરના આંબાવાડી સર્કલ નજીક જાહેરમાં એક યુવકને અસામાજિક તત્વો દ્વારા ઢોર મારવામાં આવ્યો હતો. 4 જેટલા બદમાશો એક યુવક પર લાકડી લઇને એકસાથે તૂટી પડ્યા હતા. યુવકને માર મારતા વિઝ્યુઅલ સીસીટીવીમાં કેદ થઇ ગયા હતા.

ભોગ બનનાર યુવકનું નામ નિહાર ઠાકોર હોવાનું સામે આવ્યું છે. તેના પર હુમલો કરનાર વ્યક્તિઓના નામ સૌરભ દેસાઇ, વિજય દેસાઇ અને ધવલ દેસાઇ તરીકે થઇ છે. ભોગ બનનાર યુવક હાલ સારવાર હેઠળ છે.

 

 

(7:29 PM IST)