તા. ૩ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૫ શનિવાર
News of Wednesday, 26th March 2025
લેબર કોર્ટનો અકસ્માત મૃત્યુ વળતરના ચાર કેસોમાં વળતર ચૂકવવા આદેશ
અકસ્માત મૃત્યુ વળતરના ચાર અલગ અલગ કેસોમાં લેબર કોર્ટે મૃતકના વારસદારોને કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતો મુજબ વળતર ચૂકવવા આદેશ કર્યો છે

અમદાવાદ,તા.૨૬: અકસ્માત મૃત્યુ વળતરના ચાર અલગ અલગ કેસોમાં લેબર કોર્ટે મૃતકના વારસદારોને કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતો મુજબ વળતર ચૂકવવા આદેશ કર્યો છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વિભાગીય કચેરી રેસકોર્સ વડોદરા તરફથી અકસ્માત મૃત્યુ વળતર અંગે વળતરની રકમ બેંક ખાતાઓમાં ફિક્સ ડિપોઝિટ કરવામાં આવી હોય વળતરની રકમ મેળવવા મૃતકોના વારસદારોએ લેબર કોર્ટ વડોદરા કર્મચારી વળતર અધિનિયમ હેઠળ નિયુક્ત કમિશનર અરુણ સોની તથા સંજયકુમાર સુમંત પ્રસાદ જાની સમક્ષ અરજ ગુજારી હતી. જેમાં મૃતક જહિરૃદ્દીન કાઝી (મચ્છીપીઠ, રાવપુરા વડોદરા )ના વારસદારોને રૃ.૯,૬૨,૪૭૫ રકમ, મૃતક જગદીશભાઈ રબારી (રબારી વાસ, ડભોઇ) ના વારસદારોને રૃ.૯,૬૨,૪૭૫ રકમ, મૃતક જગદીશભાઈ વસાવા (નવીનગરી, કરણેટ ) ના વારસદારોને રૃ.૯,૮૯,૬૨૫ રકમ તથા મૃતક મહેન્દ્રસિંહ મહિડા (નટવર નગર, ભાદરવા, વડોદરા ) ના વારસદારોને રૃ.૯, ૬૨,૪૭૫ રકમ વળતરની રકમ ચૂકવવા આદેશ કરાયો છે. કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતો મુજબ આ રકમ પૈકી ૮૫ ટકા રકમ ૫ વર્ષ માટે ફિક્સ ડિપોઝીટ અને બાકીની ૧૫ ટકા રકમ અરજદારોને ચૂકવાશે. ફિક્સ ડિપોઝિટની રકમ ત્રિમાસિક વ્યાજની ડિપોઝિટની સ્કીમમાં મૂકી તેનું વ્યાજ અરજદારને ચૂકવાશે.
(9:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
