<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

દેશી દારૂ બાદ નર્મદા જિલ્લામાં હવે મહિલાઓ પણ અંગ્રેજી દારૂના ધંધામાં પોરવાઈ..!!

ગાડીત ગામમાં મહિલાના ઘર પાછળથી દારૂ બિયરનો જથ્થો મળી આવતા ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ગાડીત ગામમાં પોલીસે રેડ કરતા એક મહિલાના ઘર પાછળ સંતાડેલ અંગ્રેજી દારૂનો મુદામાલ મળી આવતા ગુનો દાખલ કર્યો છે

   મળતી માહિતી અનુસાર રાજપીપળા પોલીસ માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે મળેલી બાતમી બાદ તેઓએ એક મહિલા( રહે.ગાડીત, તા.નાંદોદ જી.નર્મદા) ને ત્યાં રેડ કરતા તેમણે પોતાના ઘરની પાછળ ખુલ્લી જ્ગ્યામાં એક પ્લાસ્ટીકની થેલીમાં ભારતીય બનાવટનો ઇંગ્લીંશ દારૂના રોયલ બ્લ્યુ વિસ્કી ૧૮૦ મી. લીના ક્વાટરીયા નંગ-૪૫ તથા પાવર કુલ સ્ટ્રોન્ગ બીયર નંગ-૧૯ આમ કુલ નં. ૬૪ કિ.રૂ.૬૪૦૦/-નો પ્રોહી મુદામાલ રાખી ઘરે હાજર નહી મળી આવી ગુનો કરતા રાજપીપળા પોલીસે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આમ તો મહિલાઓ દેશી દારૂ વેચી પોતાનું ગુજરાન ચલાવતી હોય એવું જોવા મળ્યું છે પરંતુ હવે કેટલીક મહિલાઓ અંગ્રેજી દારૂ રાખી વેચાણ કરતા પણ પકડાઈ છે ત્યારે મહિલાઓ પણ હવે અંગ્રેજી દારૂ નો ધંધો કરતા થયા એમ કહી શકાય.

(10:04 PM IST)