<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

પ્રોહીબિશનના ગુનાના ભાગેડુ આરોપીને પકડી પાડતી સાગબારા પોલીસ

(ભરત શાહ દ્વારા ) નર્મદા:પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક નર્મદા તરફથી પો.સ્ટે.મા દાખલ થયેલ ગુનાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડી પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચનાઓ અનુસંધાને લોકેશ યાદવ મદદનીશ પોલીસ અધિક્ષક રાજપીપલા ડીવિઝન રાજપીપલા નાઓના માર્ગ દર્શન હેઠળ સી.ડી.પટેલ  ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર સાગબારા પો.સ્ટે.તથા પી.આર. ચૌધરી પોલીસ સબ ઇન્સ્પેકટર સાગબારા પોસ્ટે. તથા પોલીસ સ્ટાફના માણસો સાથે (૧) સાગબારા પો.સ્ટે. પ્રોહી. ના ગુનાનો આરોપી સાગર સરદારસિંગ વસાવે પુરઆંબી, તા.અકકલકુવા, જીલ્લો નંદુરબાર (એમ.એચ.) નાનો છેલ્લા ચાર માસથી નાસતો ફરતો હોય જેને પકડી પાડવા અંગત બાતમીદારો રોકી તેમજ ટેકનીકલ સર્વેલન્સ્કો ઉપયોગ કરી જરૂરી માહીતી મેળવી પુરઆંબી ગામે પોતાના ઘરે આવનાર હોવાની બાતમી મેળવી વોચમાં રહી તેના ઘરે થી મળી આવતા તેને પકડી પાડી પો.સ્ટે.ખાતે લઇ આવી ગુનાના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

(10:15 PM IST)