News of Wednesday, 26th March 2025
દેડીયાપાડા પાડા ખાતે ભાજપ નવ નિયુક્ત પ્રમુખની સન્માન યાત્રામાં શક્તિ પ્રદર્શન
લોકોનો અપાર પ્રેમ જોઈ હું ધન્યતા અનુભવું છે...સફળ રેલીને જોઈ વિપક્ષના પેટમાં તેલ રેડાયું છે..નીલ રાવ: ડેડિયાપાડા બીજેપી કાર્યકરો, વેપારીઓ અને સરપંચોએ ભેગા મળી નીલ રાવને ત્રાજવામાં બેસાડી બીજી બાજુ નોટબુક મૂકી ભારોભાર વજન કરતા ૯૨ કિલો નોટબુક આપી સ્વાગત કર્યું

( ભરત શાહ દ્વારા ) નર્મદા: ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢ ડેડીયાપાડામાં ભવ્ય રેલી કાઢી શક્તિ પ્રદર્શન કર્યું અને ચૈતર વસાવા પર ભાજપ પ્રમુખે અનેક આક્ષેપ કરતા એક નવો વિવાદ વકર્યો છે.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા સાગબારા નો વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વિસ્તારમાં આપ ના વ્યાપ વધારી રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લા પંચાયત નર્મદા જિલ્લાના નવ નિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે ડેડીયાપાડા માં સ્થાનિક બીજેપી દ્વારા ભવ્ય રેલીનું આયોજન કર્યું. ડીજેના તાલે ભાજપના જિલ્લા પ્રમુખ અને અન્ય નેતાઓએ લોકોનું અભિવાદન પણ જીલ્યુ હતું આ રેલી ની અંદર મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના સમર્થકો અને સ્થાનિકો જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટી એ ડેડીયાપાડામાં આ રેલી કાઢવાનો મુખ્ય તો એ હતો કે ભાજપના નવા પ્રમુખ બન્યા છે તેમનું સ્વાગત પરંતુ સાથે સાથે શક્તિ પ્રદર્શન કરી ભાજપના યુવા નેતા અને યુવા કાર્યકરો ની અંદર એક નવો જોબ જુસ્સો પાડવા માટે આ રેલીનું આયોજન કરાયું છે રેલી જાહેર માર્ગો પર ફરી હતી. ત્યારે અહીંયા ભાજપે બિરસા મુંડાજીની પ્રતિમાને પણ પુષ્પાંજલિ અર્પિત કરી છે. ભારતીય જનતા પાર્ટીની રેલી ની અંદર લોકલ થી લઈને અન્ય નેતાઓ જોડાયા હતા આ વિસ્તારમાં આદિવાસી યુવાનો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. જેને લઈને પણ ભાજપ હવે પ્રયાસ કરી રહ્યું છે. કે ભાજપ સિનિયર અને યુવાન નેતાને ભેગા રાખીને બીજેપીના સંગઠનને મજબૂત બનાવવામાં આવે જેથી આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને આ વિસ્તારમાં તાલુકા જિલ્લા પંચાયતની સીટો જીતવામાં કોઈ તકલીફ ન પડે.નવનિયુક્ત ભાજપ પ્રમુખ નીલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ને કહ્યું વાતાવરણ બદલાયું છે પવન બદલાયો છે થોડા સરખા રહેજો તેવો નીલ રાવે કટાક્ષ કર્યો હતો, સાથે સાથે તેમને એમ પણ કહ્યું હતું કે કેટલાક નેતાઓ અલગતા વાતની રાજનીતિ કરે છે ત્યારે ભાજપ રાષ્ટ્રવાદ અને દેશની વાત કરે છે, આ વિસ્તારના યુવાનોને ધારાસભ્ય ગેરમાર્ગે દોરી રહ્યા છે ધારાસભ્ય યુવાન છે મોટી વાતો કરી નિષ્ફળ ગયા છે. પોસ્ટર ફાડવા હભભ બોલાવવું આ કઈ રાજનીતિ છે...?! શાનમાં સમજી જજો જેમ તમારા આકા દિલ્હીમાં ઘરભેગા થઈ ગયા હવે તમારી વારી છે. સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણી માં બતાવી દઇશું..આ રેલી માં જોડાયેલી જનમેદની જોઈ ને અન્ય રાજકીય પાર્ટીના પેટમાં તેલ રેડાયું છે આ ભીડ એજ મરામતે આશીર્વાદ છે. ની વાત કરી નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે કરી હતી
(10:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
