<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે મોરબી જિલ્લાના અંદાજે 187 કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ તથા ખાતમૂહુર્ત

મુખ્યમંત્રીએ મોરબી અને સિરામિકને એકબીજાના પર્યાય ગણાવી કહ્યું કે મોરબીને મહાનગરપાલિકાને દરજ્જો મળવાથી વિકાસને વધુ વેગ મળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે મોરબી જિલ્લાના અંદાજે ₹187 કરોડના કુલ 49 વિવિધ વિકાસકામોનું લોકાર્પણ તથા ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. રોડ-રસ્તા અને ચિલીંગ પ્લાન્ટ સહિતના આ વિકાસ પ્રકલ્પોથી મોરબી જિલ્લામાં રોડ કનેક્ટિવિટી સુદ્રઢ થવાની સાથે ડેરી સંલગ્ન પ્રોજેક્ટ મહિલાઓના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ બની રહેશે.

  મુખ્યમંત્રીએ મોરબીને નગરપાલિકામાંથી મહાનગરપાલિકાની ભેટ મળવા બદલ અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસની સ્પીડ અને સ્કેલ નવી ઊંચાઈએ પહોંચ્યા છે. તેમણે મોરબી અને સિરામિકને એકબીજાના પર્યાય ગણાવી મોરબીને મહાનગરપાલિકાને દરજ્જો મળવાથી વિકાસને વધુ વેગ મળશે તેમ જણાવતા મોરબીમાં નાગરિક સુવિધા અને બ્યુટીફિકેશન માટેના પ્રગતિ હેઠળના અંદાજે ₹300 કરોડના કામોની રૂપરેખા આપવાની સાથોસાથ સુદ્રઢ આયોજનથી સમગ્ર મોરબી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લાના બેલા-ખોખરા હનુમાન મંદિર-ભરતનગરના રસ્તાને 7 મીટર પહોળાઈમાં RCC રોડ તથા નવા સ્ટ્રક્ચર/બ્રીજ/ટો વોલ સાથે કરવાના કામ માટે મુખ્યમંત્રીશ્રી દ્વારા ₹30 કરોડની મંજુરી આપવામાં આવેલ છે, જેનાથી ખોખરા હનુમાનજી મંદિરના દર્શનાર્થીઓ તથા આ રોડ ઉપર આવેલ આશરે 150 ઔધોગિક એકમોને વધુ સારી રોડ કનેક્ટિવિટી મળશે. આ રસ્તા નૅશનલ હાઈવે તથા મોરબી-જેતપર સ્ટેટ હાઈવેને જોડતો ખૂબ જ અગત્યનો રસ્તો છે

(11:51 PM IST)