<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

રાજકોટમાં ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિચરતી-વિમુક્ત જાતિના તથા ગામતળના પ્લોટના લાભાર્થીઓને સનદ વિતરણ કરાયા

આવાસ યોજનાના લાભાર્થીઓને હુકમ વિતરણ અને તાલીમ મેળવીને રોજગારી પ્રાપ્ત કરેલ યુવાઓને નિમણૂક પત્ર એનાયત કરાયા

રાજકોટ :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે રાજકોટ ખાતે વિચરતી-વિમુક્ત જાતિના તથા ગામતળના પ્લોટના લાભાર્થીઓને સનદ વિતરણ તથા પંડિત દીનદયાળ આવાસ યોજનાના લાભાર્થીઓને હુકમ વિતરણ ઉપરાંત પંડિત દીનદયાળ અંત્યોદય યોજના (નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન) હેઠળ વિવિધ તાલીમ મેળવીને રોજગારી પ્રાપ્ત કરેલ યુવાઓને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

  મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અંત્યોદયના માનવીઓને આવાસ સહિતની સુવિધાઓ આપવા માટેનો નિર્ધાર કર્યો છે. તેમણે ‘દરેકને માથે છત’ ના અભિગમ સાથે સરકાર દ્વારા આવાસ માટે આપવામાં આવતા લાભ અંગે સૌને અવગત કર્યા હતા તેમજ સૌને સ્વચ્છતા, જળ અને પર્યાવરણ સંરક્ષણ માટે અનુરોધ કર્યો હતો. સાથે જ સરકારની દરેક યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડીને વિકસિત ગુજરાત, વિકસિત ભારત બનાવવા માટેની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

(11:56 PM IST)